Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
૧૦૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
કોઈ પણ પ્રકારથી જુદાઈના અંકુરો જોતા કે મારું અંતઃકરણ રડી પડતું. તે વેળા કલ્પિત વાત કરવાની મને બહુ ટેવ હતી. આઠમા વર્ષમાં મેં કવિતા કરી હતી, જે પાછળથી તપાસતાં સમાપ માલૂમ પડી હતી.
અભ્યાસ એટલી ત્વરાથી કરી શકયો હતો કે જે માણસે મને પ્રથમ પુસ્તકનો બાધ દેવો શરૂ કર્યો હતો, તેને જ ગુજરાતી કેળવણી ઠીક પામીને તે જ ચાપડીને મેં પાછો બાધ કર્યો હતો. ત્યારે કેટલાક કાવ્યગ્રંથ મેં વાંચ્યા હતા તેમ જ અનેક પ્રકારના બોધગ્રંથે આડાઅવળા મેં જોયા હતા, જે પ્રાયઃ હજુ સ્મૃતિમાં રહ્યા છે. ત્યાં સુધી મારાથી સ્વાભાવિક રીતે ભદ્રિકપણું જ સેવાયું હતું. હું માણસ જાતને બહુ વિશ્વાસુ હતો; સ્વાભાવિક સૃષ્ટિરચના પર મને બહુ પ્રીતિ હતી.
મારા પિતામહ કૃષ્ણની ભક્તિ કરતા હતા. તેમની પાસે તે વયમાં કૃષ્ણકીર્તનનાં પદે મેં સાંભળ્યાં હતાં તેમ જ જુદાજુદા અવતારો સંબંધી ચમત્કારો સાંભળ્યા હતા, જેથી મને ભક્તિની સાથે ને અવતારોમાં પ્રીતિ થઈ હતી અને રામદાસજી નામના સાધુની સમીપે મેં બાળલીલામાં કંઠી બંધાવી હતી. નિત્ય કૃષ્ણનાં દર્શન કરવા જતો, વખતોવખત કથાઓ સાંભળતા, વારંવાર અવતાર સંબધી ચમત્કારમાં હું મેહ પામતા અને તેને પરમાત્મા માનતો. તેથી તેનું રહેવાનું સ્થળ જોવાની પરમ જિજ્ઞાસા હતી. તેના સંપ્રદાયના મહંત હોઈ એ, સ્થળસ્થળે ચમકારની હરિકથા કરતા હાઈ એ અને ત્યાગી હાઈ એ તો કેટલી મજા પડે !—એવી વિક૯પના થયા કરતી. તેમ જ કોઈ વૈભવી ભૂમિકા જોતો કે સમથ વૈભવી થવાની ઇચ્છા થતી. ‘પ્રવીણસાગર’ નામનો ગ્રંથ તેવામાં મેં વાંચ્યા હતા, તે વધારે સમજ્યો નહોતો; છતાં સ્ત્રી સંબંધી નાના પ્રકારનાં સુખમાં લીન હાઈ એ અને નિરુપાધિપણે કથાકથન-શ્રવણ કરતા હોઈ એ તો કેવી આનંદદાયક દશા પમાય, એ મારી તૃષ્ણા હતી. ગુજરાતી ભાષાની વાચનમાળામાં જગત્કર્તા સંબંધી કેટલેક સ્થળે બાધ કર્યો છે તે મને દૃઢ થઈ ગયા હતા, જેથી જૈન લોકો ભણી મારી બહુ