Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
સદગત ભાઈ છગનલાલ
- જીવનચરિત્ર તે તેનું લખાય કે જેના જીવનદ્વારા સમાજને કોઈને કોઈ રીતે ગણનાપાત્ર લાભ થય હાય. સાર્વજનિક ઉન્નતિ માટેની પ્રેરણા આપનાર વ્યક્તિઓનાં જીવનચરિત્રો લખાય તે ઇષ્ટ . છે કારણ કે તેથી સમાજ સંસ્કારપુષ્ટ બને છે. ભાઈ છગનલાલનું આલજીવન આવા કોઈ સામાજિક હિતપ્રદાનના દાવા વગરનું હોવા છતાં પણ ઉલ્લેખનીય બને છે, કારણ કે એની જીવનરીતિમાં સંસ્કારિતા સ્વાભાવિકપણે પ્રગટ થાય છે.
જેઓ આત્મવાદને માનનારા છે તેઓ એમ માને છે કે આત્માની કોઈ પ્રકારે પ્રતીતિ થાય કે તેની ચમત્કૃતિ જણાય તો તે પ્રકારને પ્રસિદ્ધિમાં લાવવાથી સમાજોપયોગી સાર્વજનિક સંસ્કારલાભ ઉત્પન્ન થાય છે. ભાઈ છગનલાલની જીવનરીતિથી આત્મા સંબધી કોઈ પ્રકારના લાભ થયેલા પ્રત્યક્ષ દેખાય છે એવી પ્રતીતિ થવાથી તેમની આછેરી જીવનરેખા અત્રે આપવામાં આવે છે.
પ્રસ્તુત ચરિત્ર-આલેખનમાં ચરિત્રનાયક અને ચરિત્રલેખક વચ્ચેના સંબંધ એવા પ્રકારની છે કે તેમાં મેહને લીધે ઉત્પન્ન થયેલ સ્નેહભાવ ઘણો પ્રબળ છે. એટલે જ્યાં જ્યાં એને મેહભાવ દેખાય ત્યાં ત્યાં તેને દરગુજર કરીને ચરિત્રમાંથી જે કાંઈ ગ્રહણ કરવા જેવું લાગે તેના પ્રત્યે જ લક્ષ રાખવા વિનંતી છે.
ભાઈ છગનલાલ શ્રીમદ્ રાજચંદ્રના પુત્ર અને મારા ભત્રીજા થાય. તેમનો જન્મ સંવત ૧૯૪૬ના મહા સુદ બારશને રોજ મોરબીમાં થયો હતો અને સંવત ૧૯૯૫ના ચૈત્ર વદ બીજ ને
શ્રી. ૮