Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
શ્રી ભગવાનલાલભાઈના પત્રો અને અંતરેચ્છા
પત્ર નં. ૧
કરાંચી,
૧૫-૬-૪૨ વહાલાં બાળકો,
ગઈ કાલે તમને પત્ર લખ્યો છે, જે મને હશે. ઘેર ગયા પછી તમારી પત્ર મળ્યા છે. રવિવાર હોવાથી દુકાનેથી ટપાલ વહેલી બંધ થઈ હતી.
શ્રીપરમકૃપાળુ દેવના હસ્તાક્ષરના ફોટાઓ આપણે ત્યાં છે. તેમાં એક શ્રી વચનામૃત આ પ્રમાણે છે એમ યાદ આવે છે:
(૧) “બીજુ કાંઈ શોધ મા. માત્ર એક પુરુષને શોધી તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જે મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.”
(૨) “સપુરુષ એ જ કે જેને નિશદિન આત્માનો ઉપયોગ છે; શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે. બાકી તો કાંઈ કહ્યું જાય તેમ નથી. આમ કર્યા વિના તારો કોઈ કાળે પણ છૂટકે થવાનો નથી. આ અનુભવ પ્રવચન પ્રમાણિક ગણ, ”
(૩) “ એક પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઇરછાને પ્રશસવામાં અને તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષે જઈશ.'