Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
૧૧૮ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
વસવસો રહી જાય તેને બદલે ભાઈ છગનલાલને પિતા પ્રત્યે જ્ઞાન અને ચારિત્ર—ધર્મ પમાડનાર ધર્મપિતાના જ ભાવ હતો. “ આ દેહ ન રહે તો આવતા ભવમાં તેમના જ્ઞાન–ચારિત્રનો પરિચય કયાંથી મળે ? ” –આ ઉદ્દગારો પિતા પ્રત્યે, ધર્મ પમાડનાર મહાસાધક પ્રત્યે તેનો ભક્તિભાવ કે સુદઢ હતો તેના સૂચક છે.
તેનામાં જેમ આત્માર્થ કરવાની આવી પ્રબળ જિજ્ઞાસા હતી તેમ તે આત્માર્થ સાધવા માટે કેવા સગા જોઈ એ તેની આવશ્યક સૂઝ અને જાગૃતિ પણ હતી. “ આર્ય ક્ષેત્ર’ની આવશ્યકતા તેને બરાબર જણાઈ હતી. જૈન ધર્મ પ્રત્યે તેને અનુરાગ હતા. એ તેના “જૈન ધમ–મતાગ્રહ વિનાના ધર્મસંસ્કાર’—એ ઉદ્દગારો પરથી જણાય છે.
આપણે જૈન ધર્મના ઇતિહાસ તરફ નજર કરીએ છીએ ત્યારે માલૂમ પડે છે કે પૂર્વના સમયમાં જૈન ધર્મમાંથી નીકળેલા જુદા જુદા ગચ્છો–સંપ્રદાય મતાગ્રહને લીધે નીકળેલા હતા. અત્યારે પણ જોઈશું તો જણાશે કે શાસ્ત્રના મોટા મોટા જાણનારાઓ પણ ધમના મતાગ્રહને આધીન થઈ પડેલા છે, તે વખતે આ એક બાળક ‘મતાગ્રહ વિનાના ધર્મ સંસ્કારો’ આત્માર્થ કરવા માટે જોઈ એ એ વસ્તુ સંપૂર્ણ પણે જાણે એ હકીકત નાનીસૂની નથી; બલકે રહસ્યસૂચક છે. - શ્રીમદ્ રાજચંદ્રના પરિચયમાં આવેલા મનુષ્યોને મટામાં મેટા જે કઈ લાભ થતા હોય તો તે મતાગ્રહ વિનાના ધર્મસંસ્કારો આત્માર્થ પ્રાપ્તિ માટે જરૂરી છે એવી સ્પષ્ટ છાપ તેમના પર પડે છે, તે છે. પિતાશ્રીની જ્ઞાનમુદ્રાની ઊંડી છાપ છગનલાલના વ્યક્તિત્વ ઉપર પડેલી જોઈ શકાય છે.
‘સ્થિતિની અનુકૂળતા” એ ધર્મ પ્રાપ્તિમાં બળવાન કારણ છે એ પણ આ બાળકથી અજાણ્યું નહોતું. સામાન્ય જનોને સાંસારિક વૈભવ ભોગવવાની જ ઈચ્છા—ખાસ કરીને આ યૌવન પ્રવેશની વયે થાય, તેને બદલે છગનલાલને “સ્થિતિની અનુકૂળતા” એ ધર્મ પ્રાપ્તિનું બળવાન કારણ છે એમ પ્રતીત થયું હતું. તે શું એમ સૂચવતું નથી કે, જ્ઞાની પિતાના જ્ઞાનશેાધક પુત્રમાં ધર્મ પામવાની જિજ્ઞાસાને પિતાને વારસો ઊતર્યો હતો?