Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૩૭
www
!
તેમના વિના શ્રી ગોપાળજીભાઈ લાંબો સમય રહી જ ન શકે. સવારે ઘરે આવ્યા જ હોય; વળી રાત્રે પણ લટાર મારી ગયા જ હોય. વાતો તો બને ભાગ્યે જ કરે, છતાં પણ એકબીજાની એકતાનો મૌન આનંદ અને અનુભવે. આવો લગભગ તેમના વર્ષોજૂના સંબંધોને દૈનિક કેમ હતા. તેમના વ્યાવહારિક અને વેપારી હિસાબને લગતું તથા કુટુંબને સ્પર્શતું કામ શ્રી ગોપાળભાઈ જ ઉપાડી લેતા, જેથી તેમને ઓછામાં ઓછો શ્રમ પડે. તેમના કામની ગોપાળભાઈ સારી તકેદારી રાખતા. આ રીતે તેઓ તેમના સાચા અનુજ બન્યા હતા.
શ્રી ચીમનલાલ મણિયાર સાથે તેમને અંતરંગ મેળ હતો. જીવનના ગુહ્યતમ કેયડાઓમાં તેમની પાસેથી માર્ગદર્શન મળતું અને અનેરી શાંતિ અનુભવતા. અંત સમયે પણ શ્રી મણિયારની હાજરીથી તેઓશ્રીએ ખૂબ આનંદ અને આશ્વાસન મેળવ્યું હતું. આમ શ્રી મણિયાર તેમના મિત્ર તરીકે છેવટ સુધી રહ્યા હતા. મને પ્રથમ મેળાપ સને ૧૯૩૭ માં થયે, જો કે સ્પષ્ટ યાદ નથી. પણ પહેલી છાપ એવી પડી કે કદાચ એ મેટા વેપારી હશે અને તેમનું બીજી બાબતોનું જ્ઞાન સાધારણ હશે. તે વખતે તેઓ કરાંચીના ઘરની અગાસીમાં બાંકડા પર બેઠા હતા. પૂ. ભાઈશ્રીએ કાંઈ પૂછ્યું ત્યારે મે' જવાબ એ આપ્યા કે જાણે તે બાબતમાં હું ઊંડું જ્ઞાન ધરાવું છું. તે વખતે મારા મનમાં એવું થતું કે આવી બાબતમાં વેપારી માણસ શું સમજે ? સૌથી પ્રથમ આ વાર્તાલાપ હોય તેવો મને ખ્યાલ છે.
તેમની મુખમુદ્રા સૂચવતી કે અંદરનો પ્રકાશ બહાર ન આવી જાય તેની જાણે તેઓ તકેદારી રાખતા ન હોય ! તેઓ જ્ઞાન અને સમજણના અનુભવથી રંગાયેલા હતા એટલે દરેક બાબતમાં ખૂબ ઊંડાણથી ઊતરી શકતા અને તેનાં પરિણામને જોઈ શકતા. અનુભવી પુરુષમાં જે એક જાતની ઠાવકાઈ હોય છે તે તેઓશ્રીમાં ભારોભાર ભરેલી હતી. ૧૯૩૭ માં તો કરાંચીમાં સ્વજનોની ભારે જમાવટ થઈ હતી. સૌ શાંતિથી, સંપથી, આનંદથી રહેતા, હળતામળતા અને કિલ્લોલ કરતા. તેમાં પૂ. ભાઈશ્રીનું સ્થાન અને ખુ" હતું. તેમનું અનોખું વ્યક્તિત્વ નિરાળું તરી આવતું હતું.