Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૫
ભક્તાત્માનાં દર્શન કરી શકીએ છીએ. પરમકૃપાળુ દેવે જ્યારે ચરોતર પ્રદેશે વડવા ઇત્યાદિ સ્થળે સ્થિતિ કરેલી તે વખતે મુમુક્ષુ ભાઈઓને જે બેધ કરેલો તે ઉપદેશ છાયા અને વ્યાખ્યાનસાર રૂપે શ્રી અંબાલાલભાઈ એ ઝીલી લીધેલ અને પાછળથી તે પરમકૃપાળુ દેવને વંચાવતાં તે બરાબર હોવાનું જણાવ્યું હતું એ તેમની અદ્દભુત સમરણશક્તિ તેમ જ શ્રી પરમકૃપાળુ દેવ પ્રત્યેની ભક્તિને આભારી છે. એ “શ્રીમદ રાજચંદ્ર ” ગ્રંથમાં છપાયેલ છે.
સં'. ૧૯૫૭ ના ચૈત્ર વદ પાંચમે પરમકૃપાળુ દેવના દેહોત્સર્ગના દારુણ સમાચારે તેમના અંતરપ્રદેશને કેટલો કઠોર આઘાત લાગ્યા હશે તે તેમના ભક્તહૃદયમાંથી શેકપ્રવાહરૂપે નીકળેલા તેમના વિલાપધ્વનિ પરથી આપણે કંઈક અંશે રેગ્યતા પ્રમાણે સમજી શકીએ છીએ. તેઓશ્રી એક વિલાપપત્રમાં ઝૂરણ વ્યક્ત કરતાં દર્શાવે છે : - “વિશાળ અરણ્યને વિષે અતિ સુંદર અને શાંતિ આપનારું એવું એક જ વૃક્ષ હાય, તે વૃક્ષમાં નિઃશંકતાથી શાંતપણે કોમળપણે સુખાનંદમાં પક્ષીગણ મલકતાં હોય, તે વૃક્ષ એકાએક દાવાગ્નિથી પ્રજવલિત થયું હોય તે વખતે તે વૃક્ષથી આનંદ પામનારાં પક્ષીઓને કેટલું દુઃખ પ્રાપ્ત થાય કે જેને ક્ષણ એક પણ શાંતિ ન હોય ! આહાહા ! તે વખતના દુ:ખનું મોટા કવીશ્વરો પણ વર્ણન કરવાને અસમર્થ છે, તેવું જ અપાર દુઃખ અઘોર અટવીને વિષે આ પામર જીવોને થાય છે. વળી “ હે પ્રભુ! તમે કયાં ગયા ? ” એવા કરુણ ઉદ્દગારો નીકળી જાય છે. | “ હે ભારત ભૂમિ ! શું આવા દેહ છતાં વિદેહપણે વિચરતા પ્રભુનો ભાર તારાથી વહન ન થયે ? જો તેમ જ હોય તો આ પામરના જ ભાર તારે હળવા કરી હતી ? નાહક તે તારી પૃથ્વી ઉપર તેને બારૂપ કરી રાખ્યા...હે મહાવિકરાળ કાળ ! તને જરા પણ દયા ન આવી ? છપ્પનિયાના મહાદુષ્કાળ વખતે લાખો મનુષ્યનો તે ભાગ લીધો. તોપણ તું તૃપ્ત થયા નહીં; અને તેથી પણ તારી તૃપ્તિ નહોતી થઈ તો આ દેહને જ પ્રથમ ભક્ષ તારે કર હતો, આવા પરમ શાંત પ્રભુને તે જન્માંતરના