Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
વાતના વિસામા
પૂ. બાપુભાઈ
પરમ કૃપાળુ પ્રભુ પિતા તરીકે હતા છતાં મને નાનપણથી જ તેમનામાં કોઈ અલૌકિકતા લાગતી હતી. તેઓ જગતથી જાણે જુદા જ હોય તેમ લાગતું. મુમુક્ષુઓને માટે સમુદાય તેમના દર્શનાર્થે આવતો અને તેમની પાસે રહેતો. બધાંને પીરસવાનું કામ નાનપણથી મારુ જ રહેતું. તેઓશ્રીના દેહવિલય બાદ પણ ઘણુ મુમુક્ષભાઈ એ આવતા. તેઓ સૌને વિનય, વિવેક સાચવવા અને ખાનપાન વગેરેની સંભાળ રાખવાનું' મારા કાકાશ્રી મનસુખભાઈ એ મને સંપ્યું હતું. એ પ્રકારે અતિથિસત્કાર સંસ્કારો મારામાં પડયા હતા. તે ઉપકાર હજુ પણ ફરી ફરી મારી સ્મૃતિમાં આવ્યા કરે છે. સાસરે આવતાં તેવા જ સંસ્કારોને પોષણ મળતાં ઉત્સાહ વધ્યું અને તેની ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જતી હતી. ત્યાર બાદ શ્રી વવાણિયા તીર્થની પ્રતિષ્ઠા થયા પછી ખભાતવાળા મણિભાઈ (બાપુભાઈ) ના સત્સમાગમ અવારનવાર રહેતા. તેમના પિતાશ્રીનું નામ શેઠ છોટાલાલ માણેકચંદ, ખંભાતમાં તેમને ત્યાં સંવત ૧૯૪રમાં અને ત્યાર પછી ૧૫રમાં પરમકૃપાળુ દેવ પધાર્યા હતા. તે વખતે પૂ. બાપુભાઈની ઉંમર દસ વર્ષની હતી. પણ પૂર્વના સંસ્કારે કોઈ અદ્દભુત કામ કર્યું. બાળવયના બાપુભાઈની આંખો એ પરમ પુરુષને ટગર ટગર નીરખ્યાં કરતી. અને તેમને જોતાં જ શ્રી પ્રભુના ભગવાન સ્વરૂપનું' દેશન થયું -દિવ્યતાનું બીજ રોપાયું. પરમકૃપાળુ દેવ તેમના તરણતારણહાર બન્યા. પૂ. અંબાલાલભાઈ અને બીજા મુમુક્ષભાઈ એના સત્સંગથી તે બીજ નવપલ્લવિત થયું. તેને પરિણામે સૌજન્યશીલતા, નમ્રતા, વિવેક, કૃતજ્ઞશીલતા આદિ ઉરચ