Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૯૩ www
અww કેરે. લગ્ન પછી બે માસ મુંબઈ રહી કરાંચી જવા રાજકોટ આવ્યા. ત્યાં પૂ. માતુશ્રી (મેટાંબા ) માંદાં પડયાં. તેમની સેવાશુશ્રષા બની તેટલી કરી. તેમને ઠીક થયા પછી જ કરાંચી ગયા. મુંબઈથી નીકળતાં પહેલાં તેઓ બધાને મળી આવ્યા. પોતાને મનમાં જાણે એમ જ થઈ ગયું કે હવે કરાંચીથી પાછો આવવાનો નથીજાણે છેલ્લી વખત બધાંની રજા લઈને જતા હોય તેમ ગયા.
કરાંચી ગયા પછી મહિનો થયા અને દુકાનને પાકિસ્તાન સરકારે સીલ માર્યા'. ત્યાર પછી ઘરને પણ સીલ દેવાયાં. તે વખતે પોતે, શ્રી ગોપાળજીભાઈ પટણી તથા આચાર્ય—એ બધા સ્વામીનારાયણની ચાલીમાં સાથે રહેતા હતા. વખતની પણ કેવી અલિહારી છે ! કયાં રહેવાના બંગલા ! કયાં એ સુખસામગ્રી ! કયાં એ કુટુંબ પરિવાર ! અને જ્યાં આ ચાલમાં રહેવાનું! વિચાર કરતાં અત્યારે પણ મારું હૃદય ભરાઈ આવે છે, અકથ્ય વેદના અનુભવે છે, છતાં એમણે આ વસ્તુ મન પર લીધી નહોતી. તેઓ તો સમદષ્ટિવાન હતા. પ્રભુસ્મરણ અને “આત્મસિદ્ધિજી” વારંવાર વિચારતા અને પરમકૃપાળુ દેવનાં વચનામૃતનું મનન કરતા હોઈને દુઃખ ન થાય તેમ શાંતિથી નવ મહિના કરાંચીમાં રહેલા. તે બધો સમય આત્મશ્રેય વિચારવામાં ગાળ્યા અને એ અનાયદેશમાં પણ આત્મહિત સાધ્યું. પતે ત્યાંથી હંમેશાં કાગળ લખતા તેમાં ‘આત્મસિદ્ધિજી’ની ગાથાઓ તો હોય જ. તેમના મનને એમ રહેતુ’ કે કાગળ એક દિવસ નહીં લખાય તો બધાંનાં મનને અશાંતિ અને ચિંતા થશે. તેથી બધાંને શાંતિ થાય એવું લખાણ આવે. છતાં છેલ્લા કેટલા દિવસોમાં મને થયા કરતું કે હવે તો હું કરાંચી જાઉં, મેં કાગળ લખી પુછાવ્યું કે મારે આવવું છે. ત્યારે તેમનો પત્ર આવ્યા કે, “ આવા અનાય દેશમાં, અત્યારનું વાતાવરણ–ચારે બાજુ માંસાદિક અભક્ષ્ય નજરે ચડે છે અને અસ્વચ્છતા પ્રવર્તે છે તે—જોઈ તમને ગમશે નહીં અને ખૂબ મૂંઝવણ થશે. માટે આવવાનું હાલ મુલતવી રાખવું. ત્યાર પછી પાછો બીજો કાગળ આવ્યું કે, “ મારા લખવાથી કદાચ તમને માઠું લાગ્યું હશે પણ તમને અહી ન ફાવે તેટલા માટે જ ના લખી હતી. તમારી ઈચ્છા હોય તો ખુશીથી આવે; મારી