Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
૬૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
wwwwww હતો. તેથી તેમના મુખ ઉપર અંતરાનંદની છાયા હતી. ભાષા એટલી પરિપૂર્ણ હતી કે તેમને પોતાના વિચારો બતાવતાં કોઈ દિવસ શબ્દ ગીતો પડયો હોય એવું મને યાદ નથી. કાગળ લખવા બેસે ત્યારે તેમને ભાગ્યે જ શબ્દ બદલતાં મેં જોયા હશે; છતાં વાંચનારને એમ નહીં લાગે કે કયાંય વિચાર અપૂર્ણ છે કે વાક્યરચના તૂટેલી છે અથવા શબ્દની પસંદગીમાં ખામી છે.
“ આ વર્ણન સંયમીને વિષે સંભવે. બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકતો. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયત્ન મળી શકે છે એમ હરકોઈ માણસ અનુભવી શકે છે. રાગને કાઢવાનો પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું કેવું કઠણ છે. એ રાગરહિતદશા કવિને સ્વાભાવિક હતી. એવી છાપ મારી ઉપર પડી હતી. e “ઘણી વાર કહી ને લખી ગયો છું કે મેં ઘણાંનાં જીવનમાંથી ઘણું" લીધું છે. પણ કોઈના જીવનમાંથી મે સૌથી વધારે ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રી શ્રીમના જીવનમાંથી. દયાધમ પણ હું તેમના જીવનમાંથી શીખ્યો છું.... ખૂન કરનાર ઉપર પણ પ્રેમ કરવો એ દયાધમ મને કવિશ્રીએ શીખવ્યો છે. એ ધર્મનું મેં કુંડાં ભરીને પાન કર્યું છે. | ‘તેમનાં લખાણોની એક અસાધારણતા એ છે કે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં ક્યાંય કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારુ એક લીટી સરખી પણ લખી હોય તેમ મેં નથી જોયું. તેમનાં લખાણોમાં “સત્ ” નીતરી રહ્યું છે એ મને હમેશાં ભાસ થતો આવ્યો છે. તેમણે પિતાનું જ્ઞાન બતાવવા સારુ એક અક્ષર પણ લખ્યા નથી. લખનારનો હેતુ વાંચનારને પોતાના આત્માનદમાં ભાગીદાર બનાવવાના હતા. જેને આમલેશ ટાળવે છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે તેને શ્રીમનાં લખાણોમાંથી બહું મળી રહેશે એવો મને વિશ્વાસ છે. પછી ભલે તે હિંદુ હો કે અન્યધમી.”
–“રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણા”માંથી.