Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
મનસુખભાઈ કીરતચંદ
મહેતા
મનસુખભાઈ કીરતચંદ મહેતા મોરબીના મહેતા કુટુંબના બી. એ. ની પદવીની ઉચ્ચ કેળવણી પામેલા ઉત્સાહી યુવક હતા. તેઓ મહાન વિચારક હતા. શ્રીમદ્દના અ૯૫ કાળના પરિચયથી જ તેમની ઉપર તેમની અપૂર્વ છાપ પડી હતી. પરમકૃપાળુ દેવ સંબંધમાં પિતાના વિચારો વ્યક્ત કરતાં તેઓ એમ કહેતા હતા કે : “શ્રીમદ્ આ યુગના જ્યોતિર્ધર છે. મહાન જ્ઞાની અને પ્રભાવિક છે. ગમે તે માણસના મનમાં ઊઠતા ગહનમાં ગહન પ્રશ્નોના પણ સરલતા અને સુગમતાથી સચોટ ઉત્તર આપી દે છે.”
વળી આગળ તેમણે કહ્યું છે : “ અપૂર્વ અને અતિશય જ્ઞાની હતા છતાં ‘હું જાણુ છુ ? તેવું તેમનામાં અભિમાન ન હતું. નાની વયમાં જ મુંબઈમાં શતાવધાન કરીને મુંબઈની વિદ્વાનમંડળીને છક બનાવી દીધી હતી. જ્યોતિષશાસ્ત્રના અસાધારણ વિદ્વાન હતા. ઝવેરાતના સૂક્ષમ નિરીક્ષક હતા. શીઘ્રકવિ એવા હતા કે તુચ્છમાં તુચ્છ વિષય ઉપર મહાન વૈરાગ્ય અને અપૂર્વ તત્ત્વજ્ઞાનનો ભાવ લાવી શકતા હતા. તેઓ જન્મયોગી, આરાધક અને ઉચ્ચ સંસ્કારી હતા. હું તેમના સંગમાં અનેક વખત આવ્યા છું. તેઓશ્રી આ યુગના અસાધારણ અને અદ્વિતીય જ્ઞાની હતા.”