Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૪૩
નિમિત્તે પૂ. માં મુંબઈ હતાં. એટલે તેમને મળીને અપૂર્વ આનંદ મેળવ્યો ને પછી તો તેમને સત્સંગ એ નિત્યક્રમ બની ગયા.
તેમનો ઉપદેશ સાંભળતાં મહામુનિની યાદ આવે. તેમની આંખોમાંથી અમીવર્ષા થાય. નબળું શરીર અને એક જ આસને બેસીને વાંચે છતાં કોઈ પણ પ્રકારના આધાર કે ટેકો રાખે નહિ. તેમની આ રીત ખાસ ધ્યાન ખેંચે તેવી હતી. મને વિચાર આવતો કે આ જ સાચી સામાયિક કહેવાય. તેઓ પોતે કઈ દિવસ આવી સમતારૂપી સામાયિકને ઉલેખ કરતાં નહિ. પણ તેમના આવા વ્યવહારની છાપ આપણા પર પડે જ. પરમકૃપાળુ દેવે કહ્યું છે કે કોઈ સામાયિક કરતું હોય તેને તેમાં રહેલી ખામીના નિર્દેશ કરવો ન જોઈએ, પણ આપણે જ્ઞાન, ધ્યાન અને વૈરાગ્યની સમતારૂપી સામાયિક કરવી કે જેથી બીજને પિતાની ભૂલ સમજાય. પૂ. માં પરમકૃપાળુ દેવની આ રીત અનુસાર વર્તતાં. તેમની ઉપદેશ આપવાની રીત પણ અનાખી હતી. તેઓ વ્યક્તિગત ઉલ્લેખ ન કરે તોપણ દરેકને એમ લાગે કે પૂ. મા તેમને જ મુશ્કેલીઓમાં માર્ગદર્શન આપી રહ્યાં છે. આ રીતે બધાં જ પિતાની નબળાઈ ઓ પ્રત્યે સજાગ રહેતાં.
- પૂ. મા ઘણી વખત કહેતાં, “પ્રમાદ છોડે; તમે છ આના મહેનત કરશે તો પ્રભુ તમને દસ આના સાથ આપશે. કાલને ભરોસે છોડા. જે કામ કાલે કરવાનું છે તે આજે જ કરે. આ શરીરનો ભરોસો નકામો છે. એકબીજા માટે જે રાગ છે, પ્રેમ છે તે શરીરનો છે. માટે સાચા આત્માને ઓળખવા કમર કસો તે જ તેનું પરિણામ છે. તેમ નહિ કરીએ તો મહા પ્રયત્ન મેળવેલા રત્નચિંતામણી જેવા મનુષ્યદેહ ઘડીકમાં ખોઈ બેસીશુ'.” આ પુણ્યાત્માની પ્રેરણાથી ઘણી બહેનને આગળ વધવાનું પ્રોત્સાહન મળ્યું. તેમના ધાર્મિક જીવનની રહેણીકરણી તદ્દન સાદી હતી. રોજ માત્ર બે ટંક જરૂર પૂરતું ખાવું પીવું અને જરૂર પડતાં કપડાં રાખવાં—એ સિવાય કોઈ જાતનો પરિગ્રહે તેઓ રાખતાં નહિ. સંસારમાં રહીને તેમણે આત્માનું સાચું ભાથું" બાંધ્યું. તેમણે આવા ધાર્મિક રંગે રંગાયેલા પોતાના જીવનને