________________
&
સપ્તતિકા કર્મગ્રંથ
बीआवरणे नवबंधएसुं, चउपंचउदय नवसंता। छच्चउबंधे चेवं, चउबंधुदए छलंसा य ॥९॥ उवरयबंधे चउपण, नवंस चउरुदय छच्चचउ संता ।
वेअणिआउयगोए, विभज्ज मोहं परं वुच्छं ॥१०॥ ગાથાર્થ દર્શના કર્મને વિશે નવના બંધમાં ચાર અથવા પાંચનો ઉદય અને નવની સત્તા હોય છે.
એ પ્રમાણે છે અને ચારના બંધને વિશે પણ છે. અને ચારના બંધમાં ચારનો ઉદય અને
છની સત્તા પણ હોય છે. હો ગાથાર્થ : બંધના અભાવમાં ચાર અથવા પાંચનો ઉદય નવની સત્તા છે તથા ચારનો ઉદય છે
અથવા ચારની સત્તા હોય છે. વેદનીય, આયુ, ગોત્રના ભાંગા કહીને મોહનીયના ભાંગા
કહીશું. I૧૦ના નિદ્રા અધૂવોદયી છે તેથી જ્યારે નિદ્રાનો ઉદય હોય ત્યારે પાંચનો ઉદય અને શેષકાળે ચારનો ઉદય હોય છે.
સપ્તતિચૂર્ણિકાર વિગેરે કેટલાક આચાર્યો ક્ષપક શ્રેણીવાળા અતિવિશુધ્ધ હોવાથી તેઓને નિદ્રાનો ઉદય માનતા નથી. (જૂઓ સપ્તતિચૂર્ણિ ગા-૮ તથા કર્મપ્રકૃતિ ઉદી. ગા.-૧૮) તે અપેક્ષાએ દર્શનાવરણના ૧૧ સંવેધ ભાંગા થાય અને કર્મસ્તવે. ૧૨. ગુણ૦ સુધી નિદ્રાનો ઉદય માન્યો છે તે અપેક્ષાએ દર્શનાવરણના ૧૩ સંવેધભાંગા થાય.
મતાંતરે પાંચ નિદ્રાને આશ્રયી પેટા ભાંગા ૨૫ થાય અને કર્મસ્તવના મતે પેટા ભાંગા ૨૧ થાય.
દર્શનાવરણીય પછી વેદનીય અને વેદનીય પછી જો કે મોહનીય આવે તો પણ આયુષ્ય અને ગોત્ર કર્મના થોડા ભાંગા છે તેથી પહેલા તેને કહીને મોહનીય કર્મના ઘણા ભાંગા હોવાથી તેને પછી કહેશે.
દર્શનાવરણના સંવેધ ભાંગા ૧૩ (મતાંતર સહિત) છે.
બંધ ઉદય સત્તા નિદ્રાને આશ્રયી પેટા ભાંગા ગુણસ્થાનક (૧) ૯ ૪ ૯ ૧
૧/૨ (૨) ૯ ૫ ૯
૧/૨ (૩) ૬ ૪ ૯
૩/૪/૫/૬/૭/૮ માના પ્રથમ ભાગ સુધી
D થિણદ્ધિ ત્રિકનો ઉદયવિચ્છેદ ૬ઠા ગુણઠાણે થાય છે. તેથી ૭-૮ ગુણમાં નિદ્રાના ઉદયના બે વિકલ્પ ઘટે.
૧૬