________________
"जो जाणइ अरिहंते, दव्वगुणपज्जवेहिंय । તો બીગ નિય |, મોહી વતુ ગાડુ તસ્સ તથં '' - શ્રી કુંદકુંદાચાર્ય કૃત પ્રવચનસાર' ગા. ૮૦
અને એટલા માટે અત્રે આ પરમ આદર્શરૂપ – “પ્રતિછંદ સ્થાનીયસર્વસિદ્ધ ભગવાનોને “પ્રથમત gવ' - પ્રથમથી જ ભાવસ્તવ - દ્રવ્યસ્તવથી સ્વ - પર આત્મામાં નિહિત કરી - સ્થાપન કરી એમ વંદનની અપૂર્વ વ્યાખ્યા કરતાં “આત્મખ્યાતિ' કર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીના દિવ્ય આત્માએ યોગરાજ આનંદઘનજીની જેમ, સર્વ મુમુક્ષુ આત્મબંધુઓને જાણે આહુવાન કર્યું છે કે - આ અહત - સિદ્ધ ભગવંતોને તમે “ધુરે' પ્રથમ સેવો - તેની આરાધનામાં - તેની ઉપાસનામાં - તેની સેવનામાં સૌથી પ્રથમ તત્પર થાઓ ! એમ જાણે આ આચાર્યજીનો દિવ્ય આત્મધ્વનિ પોકારી રહ્યો છે.
અતિ દુસ્તર જલધિ સમો સંસાર જો, તે ગોપદ સમ કીધો પ્રભુ અવલંબને રે લો. જિન આલંબની નિરાલંબતા પામે છે, તિણે હમ રમશું નિજ ગુણ શુદ્ધ નંદનવને રે લો. જગતદિવાકર શ્રી નમીશ્વર સ્વામ જો.” - શ્રી દેવચંદ્રજી
આમ સૌથી પ્રથમ સ્થાન જેને આપવા યોગ્ય છે એવી ભગવદ્ ભક્તિના અવલંબન પરથી પણ શુદ્ધ સ્વરૂપ ચિંતન પર ચઢાય છે કે જેવું આ અહંત-સિદ્ધ ભગવંતનું સ્વરૂપ છે તેવું જ આ મહારા આત્માનું સ્વરૂપ છે અને આમ શુદ્ધ નિશ્ચયથી તો સર્વ જીવ “સિદ્ધસમ' છે, પણ તે તો જે સમ્યક પ્રકારે સમજે તે થાય અને તેમ થવામાં નિમિત્ત કારણરૂપ સદ્ગુરુ આજ્ઞા જિનદશા આદિ છે, પણ ઉપાદાનનું નામ લઈ જે આ અનુપમ નિમિત્તને છોડી દે છે, તે કદી સિદ્ધત્વ પામતા નથી અને ભ્રાંતિમાં જ સ્થિતિ કરે છે, - આ અંગે પરમતત્ત્વ દેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીનું સંકોત્કીર્ણ વચનામૃત છે કે –
“સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્દગુરુ આજ્ઞા જિનદશા નિમિત્ત કારણમાંય. ઉપાદાનનું નામ લઈ, જે એ ત્યજે નિમિત્ત; પામે નહીં સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત.”
- શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૩૫-૧૩૬ અર્થાતુ “સદગુરુ આજ્ઞા આદિ તે આત્મસાધનનાં નિમિત્ત કારણ છે અને આત્માનાં જ્ઞાનદર્શનાદિ ઉપાદાન કારણ છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે, તેથી ઉપાદાનનું નામ લઈ જે કોઈ તે નિમિત્તને તજશે તે સિદ્ધપણાને નહીં પામે અને ભ્રાંતિમાં વર્યા કરશે, કેમકે સાચા નિમિત્તના નિષેધાર્થે તે ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રમાં કહી નથી, પણ ઉપાદાન અજાગ્રત રાખવાથી તારું સાચા નિમિત્ત મળ્યા છતાં કામ નહીં થાય, માટે સાચા નિમિત્ત મળે તે નિમિત્તને અવલંબીને ઉપાદાન સન્મુખ કરવું અને પુરુષાર્થ રહિત ન થવું, એવો શાસ્ત્રકારે કહેલી તે વ્યાખ્યાનો પરમાર્થ છે.”
- શ્રીમદ્ રાજચંદ્રનું સ્વપજ્ઞ વિવરણ, પ્રસ્તુત આત્મસિદ્ધિ સૂત્ર, ૧૩૫-૧૩૬
અને અત્રે પણ શાસ્ત્રકર્તા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ શાસ્ત્રારંભે આદિમાં જ “વંત્તિ સદ્ગસિદ્ધ - સર્વ સિદ્ધોને વંદન કરી આ ભક્તિમાર્ગનું પ્રાધાન્યનું જ ઉત્કીર્તન કર્યું છે અને “આત્મખ્યાતિ' કર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પણ આ સર્વ સિદ્ધો ભગવંતોને આત્માને પ્રતિછંદ સ્થાનીય' તરીકે બિરદાવી, આવા પ્રતિછંદ સ્થાનીય - પરમ આદર્શરૂપ સિદ્ધ ભગવાનોને આત્માના પરમ સાધ્ય, પરમ આરાધ્ય, પરમ ઉપાસ્ય, પરમ સેવ્ય, પરમ પૂજાઈ – પરમ અહંતુ જાણી, “પ્રથમ ઇવ માવદ્રવ્યસ્તવમ્યાં હાનિ રસ્મિન નિધામ (નિવાત)' - પ્રથમથી જ ભાવસ્તવ - દ્રવ્યસ્તવથી સ્વ આત્મામાં અને પર આત્મામાં નિહિત કરી (પાઠાંતર ઃ નિખાત કરી) એમ પરમ ગૌરવ – બહુમાનથી વંદનની પરમ અદ્ભુત તત્ત્વસ્પર્શી વ્યાખ્યા કરતાં, અત્રે પરમ પ્રધાન ભક્તિમાર્ગનું જ સુપ્રતિષ્ઠાપન કર્યું છે.