________________
પ્રિયંકરનુ૫ ચરિત્ર.
કાર ને વિવામિન બહુ આથી રાજાએ
ખૂણમાં લક્ષ્મીને વિજય સૂચવે છે, પરંતુ અહીં બ્રહ્માસ્થાનનું વજન કહેલ છે. પથે ચાલતાં જે સન્મુખ છીંક થાય તે તે માણસના મરણને સૂચવે છે, પરંતુ તે વખતે તે માર્ગે જવાને ત્યાગ કરી પાછા ઘેર આવવું. પથે જતાં પાછળ છીંક થાય તે તે કાર્ય સિદ્ધિ આપનાર થાય છે.” નિમિત્તિઓએ આ પ્રમાણે કહેવાથી રાજાએ તે હાર ન પહેરતાં પોતાના ભંડારમાં રખા.
હવે કેટલાક દિવસે ગયા પછી બીજું મુહર્ત જોઇને તે હાર લાવવા રાજાએ ભંડારીને હુકમ કર્યો, એટલે ભંડારી ત્યાં જઈને તે હાર ન જેવાથી ભયભીત થઈ રાજાની પાસે આવીને વિજ્ઞપ્તિ કરવા લાગે-“હે સ્વામિન ! બહુ રીતે તપાસ કરતાં પણ તે હાર ભંડારમાં જોવામાં આવતું નથી. આથી રાજાએ વિસ્મિત અને ક્રધાતુર થઈને ભંડારીને કહ્યું કે- હે ભંડારી ! ત્યાં ભંડારમાં તારા વિના બીજે કણ મૃત્યુને ઈચ્છક પ્રવેશ કરી શકે તેમ છે?” ભંડારીએ કહ્યું કે-“હે રાજન ! એ વિષયમાં હું કશું જથતું નથી. જે આપને મારા કથનનો વિશ્વાસ ન આવતો હોય ? તે હું સોગન ખાવા પૂર્વક તમે કહે તે પ્રકારનું દિવ્ય કરવા તૈયાર છું.' તે વખતે મંત્રીઓએ રાજાને કહ્યું કે-“હે સ્વામિન્ ! કોઈ પણ વાતને નિશ્ચય કર્યા વિના કેઈના ઉપર પણ ખોટું કલંક આપવું એગ્ય નથી. કહ્યું છે કે –
ગરિકૃશ કૃત , વચાત્તાપર ગાયતે | न पतंत्यापदंभोधौ, विमृश्य कार्यकारकाः ॥ १॥
“વિચાર્યા વિના કરેલું કાર્ય પશ્ચાત્તાપને માટે થાય છે, અને જેઓ વિચારપૂર્વક કાર્ય કરે છે તેમને આપત્તિરૂપ મહાસાગરમાં
ડારમાં