Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 65
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. કાળે સત્યરૂષોને પણ પ્રાયઃ વિપરીત બુદ્ધિજ સૂજે છે. પરંતુ શું આ તે દેવની ચેષ્ઠા છે? અથવા કઈ દુર્જને દુષ્ટતા વાપરી છે?” આ પ્રમાણે સર્વ સ્વજનાદિક કિમંતવ્યતામૂઢ થઈ ગયા. પછી કુમારે બ્રાહ્મણને કહ્યું કે “હે વિપ્ર ! જે મેં તારી સ્ત્રીને છુપાવી રાખી હોય, તે હું આ પ્રમાણે શપથ લઉં. “જે મેં તારી સ્ત્રી છુપાવી રાખી હોય, તે જ્યાં જીવહિંસા થતી હોય અને જ્યાં મૃષાવાદી વર્તતા હોય, તેમનું પાપ મને લાગે, અધમજનો જે પારકાનું ધન ચોરી લે છે, તેમનું પાપ મને લાગે, જેઓ કૃતજ્ઞ, વિશ્વાસઘાતક અને પરદારોલંપટ છે, તેમનું પાપ મને લાગે, ધર્મની નિંદા કરનાર, પંક્તિમાં ભેદ રાખનાર, ઝઘડામાં પક્ષપાત કરનાર, પોતાની સ્ત્રીને ત્યાગ કરી અન્યત્ર પ્રેમ કરનાર, બે સ્ત્રીમાં સ્નેહને બેટે વિભાગ કરનાર, કૂટ સાક્ષી પૂરનાર, પર દ્રહ કરનાર, પિતાને દ્વેષ કરનાર અને કુબુદ્ધિને આપનાર—એમનું પાપ મને લાગે.” આ પ્રમાણે સાંભળીને વિક બોલ્યો કે-ક્રૂર કમઓના શપથને પણ હું માનતો નથી. એટલે પ્રિયંકરે કહ્યું કે–તે તું તેને બદલે યથોચિત ધન મારી પાસેથી લે.” બ્રાહ્મણ બોલ્યો કે મારે ધનનું કાંઈ પ્રયજન નથી, કેવળ મારી ભાર્યા મને સોંપી દે.” કુમાર બેલ્યો કે-“આ પ્રમાણે અસત્ય કલંક માથે વહારવા કરતાં બહેતર છે કે સર્વથા પ્રાણેનેજ તજી દેવા.” એમ કહીને તે જોવામાં પિતાના હાથે ખગ લેવા ગયે, તેવામાં વિપ્ર તેને હાથ અટકાવીને બોલ્યો કે- હે કુમાર! સાહસ ન કરે, જે તમે મારું એક કથન માને તે હું મારી સ્ત્રીની માગણી રદ કરું.” એટલે કુમાર હર્ષિત થઈને બોલ્યો કે જે કંઈ તું કહીશ, તે કરવાને હું તૈયાર છું. જે ઈચ્છા હોય, તે હું તારે દાસ થઈને રહું ?” બ્રાહ્મણે કહ્યું કે જે તમે મંત્રીસુતાને પ્રતીકાર ન કરે, તે

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100