________________
પ્રિયંકરનું ચરિત્ર. હશે, જેથી તે કર્મ અત્યારે મને ઉદ્યમાં આવ્યું.” પ્રિયંકર આ પ્રમાણે વિચાર કરે છે તેવામાં અશેકચંદ્ર રાજાએ કોટવાળને હુકમ કર્યો કે હું કેટવાળ! ચેરના દંડને લાયક એવા આ દુષ્ટ પ્રિયંકરને શૂળી પર ચડાવે. આ પ્રમાણે સાંભળી મંત્રીએ રાજાને વિ-જ્ઞપ્તિ કરી કે હે સ્વામિન્ ! આ પ્રિયંકરમાં આવી અઘટિત વાત કદાપિ ઘટતી નથી, એ તે મહાઉપકારી અને પુણ્યવંત છે. માટે આ સંબંધને ખુલાસો તેને પૂછો.” આ પ્રમાણે મંત્રીના કહે વાથી રાજાએ પ્રિયંકરને પૂછયું કે-“હે પ્રિયંકર ! આ લક્ષ મૂલ્યવાળો હાર તે ક્યાંથી લીધે છે? શું કેઈએ તને અર્પણ કર્યો છે? અથવા કેઈએ તારે ઘેર થાપણ તરીકે રાખેલ છે? જે હોય તે સાચેસાચું કહી દે.” પ્રિયંકર બે કે-હે સ્વામિન્ ! હું કશું જાણ નથી, આજ પર્યત એ હાર મેં કદાપિ જોયો પણ નથી.” , ત્યારે મંત્રી બોલ્યો કે હે રાજન ! આ પ્રિયંકર ખરેખર ચોરના દંડને લાયક નથી, માટે આ બાબતમાં વિચારીને કાર્ય કરવાનું છે. કહ્યું છે કે
सहसा विदधीत न क्रियामविवेकः परमापदां पदम् । वृणुते हि विमृश्यकारिणं, गुणलुब्धाः स्वयमेव संपदः ॥१॥
લાંબે વિચાર કર્યા વિના કંઈ પણ કામ ન કરવું, કારણ કે અવિવેક એજ પરમ આપત્તિનું સ્થાન છે. જેઓ વિચારીને કામ કરે છે તેમને ગુણલુબ્ધ એવી સંપત્તિઓ સ્વયમેવ આવીને વરે છે.” વળી “પંડિત જને સગુણ કે નિર્ગુણ કાર્ય કરતાં પ્રથમ તેનું પરિણામ વિવેકથી વિચારી લેવું; કારણકે અતિ ઉતાવળથી કરી નાખેલ કાર્યોને વિપાક (પરિણામ) વિપત્તિની પ્રાપ્તિ પર્યત શલ્યતુલ્ય થઇને હૃદયને બાળ્યા કરે છે. વળી તે સ્વામિન ! એને