________________
પ્રિયકરનૃપ ચરિત્ર.
- પ્રિયકરના આ રાજ્યમાં કોઈને પણ રાગ, દુર્ભિક્ષ, મરકી, ઈતિ, ચાર અને શત્રુ વિગેરેના ભય પ્રાપ્ત થશે નહીં.” પછી દેવતાએ પ્રિય’કર ઉપર પુષ્પવૃષ્ટિ કરી, અને સ ંતુષ્ટ થયેલા અશોકચન્દ્ર રાજાએ પણ પાતાના હાથે તેના ભાલસ્થળ પર રાજતિલક કર્યું. એટલે મંત્રી પ્રમુખ રાજલેાકેાએ પ્રિયકરના રાજ્યાભિષેક કર્યો. પછી તે સિંહાસનપર બેઠા એટલે તેનાપર છત્ર ધરવામાં આવ્યું અને વારાંગનાએ તેની આગળ નૃત્ય કરવા લાગી. પ્રધાન, સ્વજના અને તેના માતપિતાદિક સર્વે અત્યંત હર્ષ પામ્યા.
७७
આ પ્રમાણે ‘ પ્રિયંકરને દેવતાએ રાજ્ય આપ્યુ’ એમ સાંભહીને શત્રુ રાજાઓએ પણ ત્યાં આવીને તેને ભેટણું કર્યું. સમસ્ત પ્રજા પણ તેના પુણ્યની પ્રશંસા કરવા લાગી. પછી સાતમે દિવસે અશોકચંદ્ર રાજાનું મરણ થયું, એટલે શેકાતુર થયેલા પ્રિય કરે પોતાના પિતાની જેમ તેનું મૃતકાય ( ઉત્તરક્રિયા ) કર્યું' અને રાજાના પુત્રને તથા ગાત્રીઓ વિગેરેને ગ્રામાદિક આપીને સંતુષ્ટ કર્યા. પછી અનુક્રમે તેણે ઘણા દેશો સાધ્યા, અને અનેક રાજાએ તેના ચરણમાં નમસ્કાર કરવા લાગ્યા.
આ પ્રમાણે ઉપસ હસ્તાત્ર ગુણનના પ્રભાવથી પ્રિયકરને આ ભવમાં પણ સ ઇષ્ટ કાર્યોની સિદ્ધિ પ્રાપ્ત થઇ અને તેના ભડારમાં અગણિત ધન થયું. કહ્યું છે કે ઉપસ હરસ્તાના ગુણનથી ભવીજનાનાં કાની સિદ્ધિ થાય છે અને તેમના શત્રુઓ મિત્ર બની જાય છે. ’વળી‘સુકૃત એ ધનનું ખીજ છે, વ્યવસાય એ જળ છે, તપ એ વૃષ્ટિ છે અને સમય પ્રાપ્ત થતાં તે ઉચમાં આવીને ભવ્યાને સત્ ફળ આપે છે.’
હવે પ્રિયંકર રાજા પેાતાના દેશમાં અનેક પ્રકારના દાન પુણ્ય