________________
પ્રિયંકરનૃપ ચરિત્ર. એટલે તે પણ પચ્ચખાણ પારીને જમવા લાગ્યો. એવામાં રાજાએ નિમલા બીજા પણ પાંચસો શ્રેષ્ઠીઓ ત્યાં ભોજન કરવા આવ્યા. હવે તે શ્રાદ્ધવર્ય પારણું કરીને જેટલામાં ઉડ્યો, તેવામાં ધરણેકે આપેલી મહાપ્રભાવવાળી તે મુદ્રિકા ભજનના ભાજમાંથી પોતે ઉડીને રાજાના હાથની આંગળીમાં પેસી ગઈ. આ વ્યતિકર જોઈને રાજા વિસ્મય પામીને વિચારવા લાગે કે-“અહા! આ શું વિપરીત થયું? શું અધિષ્ઠાયિક દેવ કુપિત થયા! અથવા તે મને કઈ અનાસ્થા દોષ લાગ્યો ? યા તે મારું પુણ્ય ક્ષીણ થયું ? દેવનું કથન આજ અસત્ય કેમ થયું ? હવે મારૂં મહત્વ હું શી રીતે જાળવી શકીશ? આ આવેલા પાંચસો શ્રેષ્ઠીઓનું ભેજનાદિકથી હું શી રીતે ગરવ સાચવી શકીશ?” આ પ્રમાણે ચિંતાતુર થઈને રાજા જેટલામાં ખિન્ન થઈ બેસે છે, તેવામાં અકસ્માત આકાશવાણી પ્રગટ થઈ કે“હે રાજન્ ! તું મનમાં લેશમાત્ર પણ ચિંતા કરીશ નહિ. દેક્તિ કદીપણ મિથ્યા થતી નથી, પરંતુ આ એકજ શ્રાદ્ધવર્યને ભેજન કરાવતાં સામાન્ય પાંચસો શ્રાવકેને ભેજન કરાવવા જેટલું પુણ્ય તને પ્રાપ્ત થયું છે. કારણ કે આ એક મહાશ્રાવક મોટા ગુણથી અને લંકૃત છે અને ભવાંતરે મેક્ષગામી થનાર છે. એવા હેતુથી જ તે મુદ્રિકા તને આજ પાંચસો શ્રાવકના જનનું ફળ આપીને તારી આંગબીમાં આવીને પડી છે. ગુણવાન એવા તે આજ મહાગુણયુક્ત શ્રાવકને ઓળખીને જમાડ્યો છે. કહ્યું છે કે નિર્ગુણી ગુણીને જાણ શકતે નથી, અને ગુણ ગુણીપર પ્રાયઃ મત્સરી હોય છે, માટે ગુણી અને ગુણરાગી જન તે જગતમાં વિરલા જ હોય છે.” , એવામાં રસયાઓએ આવીને રાજાને નિવેદન કર્યું કે હે રાજન ! ભોજનના પાત્રે તે બધા ખાલી થઈ ગયા છે, માટે