________________
ર
પ્રિયંકર નૃપ ચરિત્ર. સાત સકાર લેકમાં દુર્લભ છે” શત્રુંજય તીર્થે તેણે સાધર્મિક વાત્સલ્ય, સંઘપૂજા, દીને દ્ધાર અને દાનશાળા વિગેરે બહુ પુણ્યકાર્યો કર્યા. કહ્યું છે કે- વિવાહ પ્રસંગમાં, તીર્થયાત્રામાં અને જિનાલય કરાવીને પ્રતિષ્ઠા કરતાં સાધમિવાત્સલ્ય અવશ્ય કરવું અને સુપાત્રદાન વિશેષ પ્રકારે આપવું.' - એક દિવસ ભાવપૂર્વક શત્રુંજય તીર્થપર શ્રી ઋષભદેવસ્વામીની પૂજાદિ કરીને પર્વત પરથી નીચે ઉતરતાં પ્રિયંકર રાજાને પિતા પાસદત્તશ્રેષ્ઠી તળેટીએ આરાધનાપૂર્વક મરણ પામીને સ્વર્ગે ગયે એટલે રાજાએ શત્રુંજયની તળેટીએ તેના નામની એક દેરી કરાવી. પછી સંઘસહિત રાજા પાછો વળીને સ્થાને સ્થાને મહોત્સવ કરતે અનુક્રમે પિતાની રાજધાનીમાં આવ્યું. ત્યાં શ્રીમદ્દયુગાદિદેવની પાદુકા સુવર્ણમય રાજાની (રાયણનું વૃક્ષ ) યુક્ત કરાવીને રાજા પ્રતિદિન તેની પૂજા કરવા લાગ્યા.
અનુક્રમે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં પોતાને માત્ર પુણ્ય કરવાનેજ અવસર જાણીને રાજાએ પોતાના પુત્રને રાજ્ય પર સ્થાપી તેને આ પ્રમાણે શિખામણ આપી કે “હે પુત્ર ! બળવંતપર કેપ, પ્રિયતમમાં અભિમાન, સંગ્રામમાં ભય,બંધુઓમાં ખેદ, દુર્જનમાં સરલતા, સજજનપર શઠતા, ધર્મમાં સંશય, ગુરૂજનનું અપમાન, લકમાં મિથ્યા વિવાદ, જ્ઞાતિજનમાં ગર્વ, દીનજનોની અવગણના અને નીચ જનપર પ્રીતિ—એ કદી કરીશ નહિ.” આ પ્રમાણે પિતાના જયકંર પુત્રને શિક્ષા આપીને અને રાજ્યકાને ત્યાગ કરીને તે ધર્મસાધનામાં લીન થયા. ત્યારથી તે અષ્ટમી અને ચતુર્દશીએ પિષધ કરવા લાગ્યા અને સુપાત્રને વિશેષ પ્રકારે દાન દેવા લાગે. કહ્યું છે કે- અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન,