________________
ca
પ્રિયકરનૃપ ચરિત્ર.
તીવ્ર અભિલાષા જાગ્રત થઇ. પછી મેં ધરણેદ્રને વિજ્ઞપ્તિ કરી કેહે ધરણેન્દ્ર ! હવે તમે મને મારા નગરમાં મૂકી દ્યા કે જેથી ત્યાં જઇને હું પણ અનેક પ્રકારનાં પુણ્યકા કરૂં. ' પછી ધરણે, દિબ્ય રત્ન જડેલી અને બહુ જનેને દાન આપવાના પ્રભાવવાળી પોતાના હાથની મુદ્રિકા મને આપી અને કહ્યું કે-“ હે રાજન ! આ મુદ્રિકાનો પ્રભાવ સાંભળ–આ મુદ્રિકા ભાજનના ભાજનપર રાખવાથી તેના પ્રભાવવડે પાંચ માણસ માટે રાંધેલુ ભેાજન, પાંચસા માણસાને પૂરૂ પડે છે. ” આ પ્રમાણે તે મુદ્રિકાને પ્રભાવ સાંભળીને અત્યંત પ્રસુતિ થયેલા મેં બહુમાનપૂર્વક તે મુદ્રિકા ગ્રહણ કરી. પછી ધરણે કે પેાતાના દેવ અને દિવ્ય અશ્વસહિત મને આજે અહીં મોકલ્યા, એટલે હું અહીં આવ્યે. પરંતુ હું મિત્રમ્ ! તમે આજ અહીં મારૂં આગમન શી રીતે જાણ્યું કે જેથી તમે ત્યાં મારી સન્મુખ આવ્યા?” પછી મત્રીએ જિનાધિષ્ઠાયિક દેવતાએ કહેલ બધા વૃત્તાંત નિવેદન કર્યાં. તે સાંભળીને અત્યંત સંતુષ્ટ થયેલ રાજા મત્રીને કહેવા લાગ્યા કે—હૈ મંત્રિન્ ! પુણ્યના પ્રભાવથી પ્રાપ્તથયેલ ધરણેદ્રની જે સ્થિતિ મેં ત્યાં જોઇ, તેનું વર્ણન કરવાને હું કેવળ અશક્તજ છુ. કહ્યું છે કે–' દેવલેાકમાં દેવતા એને જે સુખ છે, તે એક જીભથી તેા શુ, પણ કદાચ માણસને સે। જીભ હાય અને તે સે વર્ષો સુધી વર્ણન કર્યા કરે, તેા પણ માણસ તે સુખનું સારી રીતે વન કરી ન શકે. ' માટે હે મિત્રન્ ! હવેથી હું પણ કેવળ પુણ્ય કાર્યાંજ કરીશ. ” મંત્રી એલ્યા કે−હે રાજન્ ! ન્યાયગુણયુક્ત રાજાઓને તા સદા પુણ્યજ પ્રાપ્ત થયા કરે છે. કહ્યુ` છે કે— न्यायदर्शनधमीच, तीर्थानि सुखसंपदः ।
यस्याधारे प्रवर्त्तते, स जीयात्पृथिवीपतिः ॥ १ ॥