________________
પ્રિયંકરપ ચરિત્ર. જોયા. ત્યાં એક શુક મને જોઈને કહેવા લાગે કે–
समागच्छ समागच्छ, प्रियंकरमहीपते । पुण्याधिकैरिदंस्थानं, प्राप्यते न परैनरैः ॥१॥
“હે પ્રિયંકર રજા ! આ, પધારે, આ સ્થાન પુણ્યવંત પ્રાણીઓ સિવાય કેઈને મળી શકતું નથી. ” ત્રીજી પ્રતેલીમાં પ્રવેશ કરતાં મેં નૃત્ય કરતાં મયૂરો જોયા. તેમાં એક મયૂર મને જઈને કહેવા લાગ્યા કે–
सफलं जीविनं जात-मध राजेंद्रदर्शनात् । धन्यं तन्नगरं नूनं, यत्र राजा प्रियंकरः ॥१॥
“આજ રાજેદ્રના દર્શનથી અમારૂં જીવિતવ્ય સફળ થયું. ખરેખર જ્યાં પ્રિયંકર રાજા છે, તે નગર પણ ધન્ય છે.” ચોથી પ્રતોલીમાં પ્રવેશ કરતાં મારી આગળ કુદકા મારતા ઘણું કસ્તુરિક મૃગો અને રાજહંસ જોવામાં આવ્યા. તેઓએ મને જોઈને પ્રણામ કર્યા. પાંચમી પ્રતેલીમાં જતાં ફાટિક રત્નની બનાવેલી કીડાવાપીએ અને મંડપ દીઠા. છઠ્ઠીમાં ઈદ્રના સામાનિક દેવના હ (હવેલીએ ) જોયા. અને સાતમી પ્રતેલીમાં પ્રવેશ કરતાં નાના પ્રકારના આશ્ચર્યમય અને દેવકેટીથી યુક્ત એવી ધરણેની રાજસભા જોઈ ત્યાં બેસીને મેં અનેક મનહર દેવાંગનાઓનું વિવિધ હાવભાવ સહિત નૃત્ય જોયું. ત્યાં ધરણેન્ટે મને પિતાના પુણ્યનું ફળ બતાવવાને માટે નવ દિવસ સુધી પોતાના પુત્રની જેમ રાખ્યો, અને તેની દેવીઓએ મારી અનેક રીતે બરદાસ્ત કરી તથા તેમણે દિવ્ય આહારનું મને ભેજન કરાવ્યું, તે આહારનું સ્વરૂપ તે મારાથી કહી શકાય તેમ નથી. આવા પ્રકારની ધરણંદ્રની પુણ્યપ્રભાવ સમૃદ્ધિ અને વિસ્મય પામેલા મારા મનમાં પુણ્ય કરવાની અત્યંત