________________
પ્રિયંકરનપ ચરિત્ર. કહ્યું કે-“હું તે દિવસની રાત્રિએ પ્રાસાદમાં બેસીને જેટલામાં ઉપસર્ગહરસ્તવની ગુણના કરવા લાગે, તેટલામાં કાજળના જેવા શ્યામ વર્ણવાળે એક મોટો સર્પ ત્યાં પ્રગટ થયે. તેને જોયા છતાં હું સ્વાધ્યાય ધ્યાનથી કિચિત્ પણ ચળાયમાન ન થયે. પછી તે સર્પ શ્રી પાર્શ્વનાથ પ્રભુના પાસનપર ચડ્યો એટલે જિનપ્રતિમાની આશાતનાના ભયથી તે સપને મેં હાથથી પુછડાવડે પકડ્યો. એટલે તે પિતાનું સપસ્વરૂપ તજીને દેવરૂપ થઈ ગયે.એટલે મેં તેને પૂછ્યું કે-“તમે કોણ છે તે બેલ્યો કે-“હે રાજન ! હું પાર્શ્વનાથ સ્વામીને સેવક ધરણું છું. તારા ધ્યાનથી આકર્ષાઈને અહીં આવી મેં તારી પરીક્ષા કરી, પરંતુ તું ધ્યાનથી ચલાયમાન ન થયે. માટે હે પુરૂષોત્તમ! હવે તું મારી સાથે પાતાળલેકમાં ચાલ, કે જેથી તેને પુણ્યનું ફળ બતાવું.” પછી હું ધરણેની સાથે પાતાલલેકમાં ગયે. ત્યાં મેં સર્વત્ર સુવર્ણ અને રત્નથી બાંધેલી ભૂમિકા જોઈ. ત્યાં એક મહા મનેહુર આવાસમાં બેઠેલા ધર્મરાજા મેં સાક્ષાત્ જોયા; અને તેવી જ રીતે તેમની પાસે બેઠેલી જીવદયા નામની તેમની પટ્ટરાણીને પણ મેં જોઈ. મેં તેમને પ્રણામ કર્યા. એટલે તેમણે મને કહ્યું કે-“હે નરેંદ્ર! અમારા પ્રાસાદથી તું ચિર કાળ રાજ્ય કર.” ત્યાંથી આગળ ચાલતાં મેં સાત ઓરડા જોયા. એટલે મેં ધરણંદ્રને પૂછ્યું કે-“હે ધરણંદ્ર! આ સાત ઓરડાઓ શું છે ? તેણે કહ્યું કે રાજન એ સાત ઓરડાઓમાં સાત પ્રકારના સુખ વસે છે.” મેં પૂછયું કે- તે સાત સુખ ક્યા ?” ઇંકે જણાવ્યું કે –
आरोग्यं प्रथम द्वितीयकमिदं लक्ष्मीस्तृतीयं यशस्तुर्य स्त्रीपतिचित्तगा च विनयी पुत्रस्तथा पंचमम् ।