Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 83
________________ પ્રિયંકરનપ ચરિત્ર. ૭૯ અત્યંત વિષાદ થયે કહ્યું છે કે “ ઉત્તમ પ્રધાન વિના રાવણ રાજાએ પિતાનું રાજ્ય ગુમાવ્યું અને લક્ષ્મણની બુદ્ધિથી રામચંદ્ર પિતાનું રાજ્ય પ્રાપ્ત કર્યું. પછી રાજાએ મંત્રીપુત્રને બેલાવીને તેને મંત્રીપદે સ્થાપવા સારૂ તેની બુદ્ધિની પરીક્ષા કરવાને માટે એક લેક કો:– मुखं विनाऽत्येकनरोऽतिशुद्धो, हस्तेन भक्ष्यं बहुभाजनस्थम् । रात्रिदिवादी न कदापि तृप्तः, शास्त्रानभिज्ञः परमार्गदर्शी ॥१॥ એક અતિ શુદ્ધ માણસ મુખ વિના હાથવતી ભાજનમાં રહેલું બહુ ભક્ષ્ય રાત દિવસ ખાય છે, છતાં તે કદાપિ તૃપ્તિ પામત નથી. વળી તે શાસ્ત્રથી અનભિજ્ઞ છે, છતાં પરને માર્ગ બતાવે છે.” તે કેણ ?) આ પ્રમાણે સાંભળીને તે બુદ્ધિમાન મંત્રીપુત્રે વિચારીને કહ્યું કે-“હે સ્વામિન્ ! આપ કહો છો, એવા પ્રકારને તે દીપક' (દી) હોય. એટલે રાજાએ પુનઃ પૂછ્યું કે – "नारी त्रण छे एकठी मली, बे गोरी त्रीजी शामली । पुरूष विना नवि आवे काज, रात दिवस मानीजे राज" ॥१॥ મંત્રીપુત્ર બે કે- દોત, મશી અને લેખણ. આ પ્રમાણે ઉત્તર સાંભળીને તેના ગુણથી રંજિત થઈ રાજાએ તેને પિતાના મંત્રીની પદવી પર સ્થા. કહ્યું છે કે-“ બુદ્ધિથી વિમળ એવા ગુણીજને શાસ્ત્રને બોધ અને નિરંતર માન સન્માન પ્રાપ્ત કરે છે. બુદ્ધિથી સર્વ અર્થની સિદ્ધિ થાય છે અને તત્કાળ રિપુનાં બળને પરાજય થાય છે બુદ્ધિથી સારા સુભટની સહાય મેળવી એક લઘુ રાજા પણ શત્રુના દુર્ગને વશ કરે છે અને બુદ્ધિથી ચાણક્ય, રેહક અને અભયકુમાર વિગેરે પુરૂ સત્વર મહત્વને પામ્યા છે.”

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100