Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 86
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. અને હીન કુળાદિકની પ્રાપ્તિ થતી નથી અને સુખ, સિભાચ, લક્ષ્મી તથા મહત્વની પ્રાપ્તિ થાય છે, ચાર ગાથા ગણવાથી સર્વ પ્રકારના વાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. એની પાંચ ગાથાઓમાં શ્રીભદ્રબાહુસ્વામીએ શ્રી પાર્વાચિંતામણિ નામને મહામંત્ર પવી રાખે છે અને બીજા પણ સ્તંભન, મોહન અને વશીકરણદિક અનેક મંત્રે તેમાં ગેપવી રાખ્યા છે.” આ પ્રમાણે શ્રી ઉપસર્ગહરસ્તાત્રને મહાપ્રભાવ જાણી હષિત થયેલ રાજા શ્રીગુરૂને વંદના કરીને સપરિવાર પિતાના નગરમાં ગ; અને તે દિવસથી હમેશાં પાસે રહેલા શ્રી પાર્શ્વપ્રભુના મંદિરમાં રાત્રિએ એક પહોર સુધી તે ઉપસર્ગહરસ્તેત્રનું ધ્યાન કરવા લાગ્યા. એકદા પ્રિયંકર રાજા રાત્રિએ ત્યાં પ્રાસાદમાં શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમા આગળ તે ધ્યાનમાં બેઠે હતો, અને તેના અંગરક્ષકે પ્રાસાદની બહાર બેઠા હતા, એવામાં પ્રાતઃકાળ થઈ ગયા, પરંતુ રાજા મંદિર બહાર ન નીકળે. સર્વ મંત્રી વિગેરે સભાસદે રાજસભામાં આવ્યા; પણ ત્યાં રાજાને ન જેવાથી તેમણે અંગરક્ષકને પૂછ્યું. એટલે તેઓએ કહ્યું કે-“હજી સુધી રાજા જિનમંદિરની બહાર નીકળ્યા નથી.” આ પ્રમાણે સાંભળીને મંત્રીએ જિનમંદિરમાં પ્રવેશ કર્યો. એટલે મૂળદ્વારના કપાટ (બારણું) બંધ થયેલા જોયા. પછી કપાટના છિદ્રમાંથી તેણે અંદર જોયું તે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સુગંધી પુષ્પથી પૂજીત થવલી જોઈ અને આગળ એક દીપક બબતે જોયો, પણ ત્યાં રાજા જેવામાં ન આવ્યા, એટલે તેણે વિચાર્યું કે-“વખતસર અંદર ખુણામાં નિદ્રિત થઈને સૂતા હશે. પણ આશાતનાના ભયથી રાજા એવું કદી કરે નહીં, તેમ ધારીને તેણે મધુર

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100