________________
પ્રિયંકરનૃપ ચરિત્ર.
૭૫
મરણ સમાન ભય નથી અને ક્ષુધા સમાન વેદના નથી.” પછી રાજાએ દેવતાને કહ્યું કે-“હે દેવ! રાજ્યને યોગ્ય કાઈપુરૂષ બતાવો કે જેથી તેને રાજ્યપર સ્થાપન કરૂં દેવ બોલ્યો કે- હે રાજન ! પુણ્યથી અધિક એવા આ પ્રિયંકરને જ તું પોતાનું રાજ્ય આપ, બીજું કે અહીં રાજ્યગ્ય નથી.” રાજા બે કે-“મારા હારના ચેર એવા એને રાજ્ય આપવું યંગ્ય નથી. કહ્યું છે કે-કુરા જાના હાથમાં રાજ્ય આવવાથી પ્રજાને સુખ કયાંથી ? કુપુત્રના યોગથી પિતાને શાંતિ ક્યાંથી ? કુદારાથી ભર્તારને આનંદ ક્યાંથી ? અને કુશિષ્યને ભણાવતાં અધ્યાપકને યશ ક્યાંથી ?” દેવ બોલ્યો કે-“હે નરાધિપ ! જે પોતાની પ્રજાનું સદા સુખ વાંછતે હોય તો પુત્કૃષ્ટ એવા પ્રિયંકરનેજ રાજ્યપર સ્થાપન કર. વળી એ પ્રિયંકર નિરપરાધી છે, એણે તારે હાર ચેર્યો નથી. વિચાર કર કે આરક્ષકથી રક્ષિત થયેલા અને તાળું દીધેલા એવા તારા ભંડારમાં એ શી રીતે જઈ શકે? પરંતુ એ તારે હાર મેંજ તારા ભંડારમાંથી લઈને આટલા દિવસ મારી પાસે રાખ્યું હતું. આજ “આ રાજ્ય પુરૂષ છે.” એમ તને સૂચના કરવા માટે એની પાસેથી મેં તે હાર પ્રગટ કરાવ્યું છે. આ પ્રમાણે સાંભળીને રાજાએ પ્રિયંકરને બંધનરહિત કરી દેવને કહ્યું કે-“હે દેવ ! આ મારા દાનજૂર નામના પુત્રને રાજ્યપર સ્થાપન કરે. 'દેવતા બોલ્યો કે“હે રાજન્ ! એ પણ અલ્પ આયુષવાળા છે. વળી પ્રિયંકર વિના બીજે કઈ પણ પ્રજાપ્રિય થવાને નથી. હે રાજન ! જે તું ન માનતે હોય, તે નગરમાંથી ચાર કુમારિકાઓને બોલાવીને આ સભામાં તિલક કરાવે. તેઓ સ્વયમેવ જેને તિલક કરે, તેને જ તારે રાજ્યપર સ્થાપ.” આ પ્રમાણે સાંભળીને રાજાએ તથા સભાસ