________________
પ્રિયંકરપ ચરિત્ર.
૭૩
પ્રિયંકર તમારે શું થાય?” તે બોલ્યો કે હે રાજન! એ મારે પુત્ર થાય.” એવામાં મંત્રી છે કે- હે સ્વામિન્ ! આ બધું અસત્ય લાગે છે. ખરેખર આ લોકે ધૂર્ત લાગે છે, કારણ કે આ પ્રિયંકરને પાસદરનામે પિતા અને પ્રિયશ્રી નામની માતા તે આજ નગરમાં રહે છે. માટે તેમને બેલાવીને આ વાત તેમને પૂછો. રાજાએ કહ્યું કે– હે મંત્રિન ! તે તે એના પાલક હશે, માટે તેમને પૂછવાનું શું પ્રયોજન છે?” મંત્રી બેન્ચે કે-“હે સ્વામિન તથાપિ તેમને અહીં બોલાવો. પછી તેમને પણ રાજાએ સભામાં બેલાવ્યા. પૂર્વે આવેલા અને નવા બને માતાપિતા સમાન આકારવાળા, સમાન રૂપવાળા, સમાન રીતે બોલનારા, સમાન વયવાળા અને જાણે સાથે જ જમ્યા હોય તેવા દીસવા લાગ્યા. આ પ્રમાણે જોઈને રાજાવિગેરે સર્વ સભાજને આશ્ચર્યમગ્ન થઈ ગયા. પછી રાજાએ મંત્રીને કહ્યું કે-“હે મંત્રિમ્ ! ખરેખર તારૂં કથનક સત્ય કરે તેમ છે. એવામાં તે બન્ને પિતા પુત્રને અર્થે વિવાદ કરવા લાવ્યા, અને રાજાને કહ્યું કે હે સ્વામિન્ ! આ સંબંધમાં તમે ન્યાય કરે, નહિ તે અમે બીજા રાજા પાસે જઈશું.'
તે સાંભળીને રાજાએ મંત્રીને કહ્યું કે આ બાબતમાં તે મંત્રિનું ! તું બુદ્ધિ ચલાવી કાંઈક નિર્ણય કરી પછી મંત્રીએ વિચારીને કહ્યું કે-આ રાજસભામાં સાત હાથીના ભાર જેટલી સમરસ પાષાણશિલા છે, તેને એક હાથથી જે ઉપાડે તેજ આ પ્રિયંકરને પુત્ર તરીકે લઈ શકે. આ પ્રમાણે સાંભળીને પ્રથમ આવેલ અતિથિ પિતાએ તે શિલા લીલામાત્રમાં એક હાથથી ઉપાડી લીધી. પાસદર શેઠ તે વિલક્ષણ થઈને કિંકર્તવ્યમૂઢ બની ત્યાંજ ઉભો રહ્યો. પછી મંત્રીએ રાજાને કહ્યું કે “હે સ્વામિન ! આ શિલા ઉપાડનાર સામાન્ય મનુ