________________
૭૨
પ્રિયંકરનુ૫ ચરિત્ર
કેટલાક લકે કહેવા લાગ્યા કે-અહે! આ પોપકારી પુરૂવાર રત્નના હારની ચોરીને દોષ આવ્યો એ બહુજ અઘટિત થયું છે. પરંતુ વિધાતાને એ સ્વભાવ છે. કહ્યું છે કે –
शशिनि खलु कलंक, कंटकाः पद्मनाले, जलधिजलमपेयं, पंडिते निर्धनत्वम् । धनवति कृपणत्वं, दुर्भगत्वं सुरूपे, स्वजनजनवियागो, निर्विवेकी विधाता ॥ १ ॥
ચંદ્રમામાં કલંક, પદ્મની નાલમાં કાંટા, સમુદ્રના જળમાં લવણતા,પંડિતમાં નિર્ધનતા, ધનવંતમાં કૃપણુતા, સુરૂપમાં દર્ભાગ્ય, અને સ્વજનમાં વિયોગ–એમ કરવામાં વિધાતાએ ખરેખર પિતાનું અવિવેકીપણું જ જાહેર કર્યું છે.” કેટલાક જને પ્રિયંકરની પ્રશંસા કરવા લાગ્યા અને કેટલાક તેને નિંદવા પણ લાગ્યા. કેટલાક દેવને ઉપાલંભ દેવા લાગ્યા અને કેટલાક હસવા પણ લાગ્યા. તથાપિ પ્રિયંકર તે શાંતજ રહ્યો. તે મનમાં લેશમાત્ર પણ કેધ કરતો નહોતે.
હવે તે સુંદરીઓમાંથી વૃદ્ધ રાજાને કહેવા લાગી કે હે રાજન્ ! મારા પુત્રને મુક્ત કરે એટલે રાજાએ કહ્યું કે આ તારા પુત્રે મારે લક્ષમૂલ્ય હાર ચોર્યો છે, માટે હું તેને શી રીતે મુક્ત કરૂં?” વૃદ્ધા બોલી કે–“હે રાજન ! તમે કહે તે તેને હું દંડ આપું.” રાજા બોલ્યા કે “હે વૃધે! જે તું ત્રણ લક્ષ દ્રવ્ય દંડ તરીકે આપીશ તેજ હું તેને મુક્ત કરીશ” તે બોલી કેલક્ષત્રય કરતાં પણ અધિક આપીશ; પરંતુ એ મારા પુત્રને તમે મુક્ત કરે.” રાજાએ કહ્યું કે-એને પિતા ક્યાં છે?” તેણે કહ્યું કેતે અમારે ઉતારે છે. પછી રાજાએ તેને બોલાવીને કહ્યું કે- આ