________________
પ્રિયકરનૃપ ચરિત્ર.
ષ્ય નથી. ' આ પ્રમાણેનુ મંત્રીનુ કથન સમજી જઈ મનમાં વિચારીને રાજાએ તે શિલા ઉપાડનારને કહ્યું કે- હું ભદ્ર ! ખરેખર તુ મનુષ્ય નથી, પર’તુ કાઇ પણ દેવ, દાનવ યા વિદ્યાધર લાગે છે, માટે આ પ્રિયકરો તું પિતા લાગતા નથી. વળી અમને તુ શા માટે છેતરે છે ? તારૂ સત્ય સ્વરૂપ પ્રગટ કર.’ આ પ્રમાણે સાંભળીને તરતજ તે દેવરૂપ થઇ ગયા, અને ચારે સુદરીએ અદૃશ્ય થઇ ગઇ. દેવ કહેવા લાગ્યા કે હું રાજેંદ્ર ! હું તારા રાજ્યને અધિષ્ઠાયક દેવ છું. તારા મરણુ સમય જણાવવા અને રાજ્યયેાગ્ય પુરૂષને રાજ્યપર સ્થાપવા હું અહીં આવ્યો છું, પરંતુ તુ હજી ખહુ તૃષ્ણાથી તરલિત છે, કહ્યું છે કે
''
“ગંન્ગષ્ઠિત વણિત મુંડ, વચનવિહીન નાત તુંકમ્ । वृद्धो याति गृहीत्वा दंड, तदपि न मुंचत्याशापिंडम् " ॥१॥ “ અંગ ગળી ગયું, શિરના કેશ શ્વેત થઈ ગયા, મુખ દાંતવિનાનું થઇ ગયું અને વૃદ્ધ થઈ લાકડી લઈને ચાલવા લાગ્યા, તથાપિ માણસ આશારૂપ પિંડને છેડતા નથી. ” હું રાજન્ ! હવે તુ જરાથી જરીભૂત થઈ ગયા છે, માટે પરલેાક સાધવાને તારે ધર્મકાર્યો કરવાં એજ ઉચિત છે, તેથી રાજ્યભારની ધુરાને કાઇ પણ ધર પુરૂષના હાથમાં સાંપીને તુ ધર્મકાર્યમાં લીન થા, ારણુ કે પ્રાસાદનું રક્ષણ કરવા માટે જીણુ સ્તંભને ઠેકાણે લેાક નવીન સ્તંભને સ્થાપે છે.' રાજાએ આ પ્રમાણે સાંભળીને કેવને પૂછ્યું કે- હે દેવ ! ત્યારે કહો કે મારૂ મરણ ક્યારે થશે ?' દેવ આવ્યેા કે– હે ભૂપ ! આજથી સાતમે દિવસે તારૂં મરણ થશે.’ આ પ્રમાણે સાંભળીને રાજા પોતાના મનમાં અત્યંત ભય પામ્યા. કહ્યુ છે કે—પંથ સમાન જી નથી, દારિદ્રચ સમાન પરાભવ નથી,
"