Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 75
________________ પ્રિયંકરનુ૫ ચરિવા કરવા આવેલ છે કે સ્વજનેને મળવા માટે આવેલ છે? તે કહે અને મારે લાયક કંઈ પણ કાર્ય ફરમાવો. એટલે તેમાંથી એક વૃદ્ધા બેલી કે-“હે રાજેદ્ર! અમે પાટલીપુત્રનગરથી અહીં આવેલ છીએ. આ પ્રિયંકર મારે પુત્ર છે, તે રીસાઈને મારે ત્યાંથી ચાલ્ય ગયે હતા, અમે બે વર્ષ પર્યત સર્વત્ર એની શોધ કરી, પણ કયાં છે તેને પત્તો ન મળે. હમણું આ અશેકપુરથી આવેલ કેઈ પુરૂષે અમને કહ્યું કે- પ્રિયંકર નામને વ્યવહારીપુત્ર અમુક અવસ્થાવાળે, આવા રૂપવાળે અને પરેપકારમાં તત્પર અશોકપુરમાં વસે છે. આ પ્રમાણે તેને બરાબર પત્ત મળવાથી અમે અહીં આવેલ છીએ. અહીં આવીને અમે કઈ પુરૂષને પૂછયું કે- પ્રિયંકર કયાં રહે છે એટલે તેણે કહ્યું કે–પ્રિયંકર રાજમાન્ય છતાં આજેજ ચોરીના કલંકથી રાજાએ તેને નિગ્રહ કર્યો છે એમ સાંભળીને અમે અહીં રાજસભામાં આવેલ છીએ. વળી હે રાજન! તમારા દર્શન નથી અમારે આજ દિવસ સફળ થયા છે.” આ પ્રમાણે કહીને તે વૃદ્ધ સ્ત્રી પ્રિયંકરને ત્યાં બેઠેલો જોઈને કહેવા લાગી કે– હે પુત્ર! નું રીસાઈને ઘરમાંથી કેમ ચાલ્યો ગયો?” તે વખતે “આ મારે ભાઈ છે એમ કહીને બીજી સ્ત્રીએ તેની સાથે વાતચીત કરી. એટલે ત્રીજી સુંદરી બેલી કે–આ તે મારો દીયર છે. ત્યારે ચી સુંદરી બોલી કે-અહે! આ તે મારો સ્વામી છે. એમ કહીને લજજાથી નમ્રમુખી થઈ દૂર ઉભી રહી. આ વૃત્તાંત અને સર્વે સભ્ય લોક મનમાં અત્યંત આશ્ચર્ય પામ્યા અને વિચારવા લાગ્યા કે – ખરેખર, અહીં હવે આ પ્રિયંકરનું કંઈક કપટ પ્રગટ થશે. કહ્યું છે કે-વિદ્યારંભ ક્ષણવાર ટકે છે, જ્ઞાનદંભ ત્રણ દિવસ ટકે છે, રસદંભ છ માસ ટકે છે, પણ માનદંભ તે દુસ્તરજ છે.”

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100