________________
પ્રિયંકરનું ચરિત્ર. પ્રાપ્ત થશે. આવા પ્રકાર ગગનવાણી સાંભળીને પ્રિયંકર વિચારવા લાગે કે-“અહે! મેં રાજાને તે કોઈ પણ જાતને અપરાધ કર્યો નથી, પરંતુ રાજાને વિશ્વાસ છે ? કહ્યું છે કે-“સુંદરી, જડ (ળ), અગ્નિ અને સજા-એ ધીમંત જનને બહુજ સાવચેતીથી શેકવા લાયક છે. અન્યથા તેઓ પ્રાણસંકટમાં નાખી દે છે. વળી છળ જેનારા રાજા વિગેરે સ્વાર્થ સાધવામાં તત્પર હેવાથી નિરપરાધી પુરૂષને પણ પ્રાણસંકટમાં નાખે છે. આ પ્રમાણે વિચાર થયા છતાં પણ “જે થવાનું હશે તે થશે એમ વિચારી, સાહસિકપણું સ્વીકારી, રાજસભામાં પ્રવેશ કરીને જે તે રાજાને પ્રણામ કરે છે, તેટલામાં અકસ્માત્ પૂર્વોક્ત દેવવલ્લભ હાર તેના મસ્તક પરથી સભામાં પડ, અને રાજા વિગેરે સદ્ભૂજના જોવામાં આવ્યા. બધાના મનમાં મોટું આશ્ચર્ય ઉત્પન્ન થયું. સર્વે કહેવા લાગ્યા કે- અહા ! રાજાને હાર ખોવાઈ ગયો હતો, તે અત્યારે આ પ્રિયંકર પાસેથી મળી આવ્યો. પોતાના મસ્તક પરથી હારને પડેલ જેઈને પ્રિયંકર પણ મનમાં ચક્તિ થઈ વિચારવા લાગ્યો કે- અહા ! દેવે અનુચિત કર્યું. ઘણા કાળથી મેળવેલ મહત્વ આજે આચાર્યના કલંકથી બધું વિનષ્ટ થયું અને મરણ પાસે આવ્યું. માર્ગમાં પ્રગટ થયેલ આકાશવાણી પણ સત્ય ઠરી.
. चौरपापद्रुमस्येह, वधबंधादिकं फलम् । - ગાયતે જે તુ, કર્ણ નાના ? .
“ચેરીરૂપ પાપવૃક્ષનું આ ભવમાં વધ અને બંધનાદિરૂપ ફળ મળે છે અને પરલોકમાં નરકની વેદનારૂપ ફળ પ્રાપ્ત થાય છે.” અહે! મેં પૂર્વ જન્મમાં કેઈને પણ વૃથા કલંક આપેલા