Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 71
________________ પ્રિયંકરપ ચરિત્ર માવ્યા છતાં રાજાને પુત્રનું દુઃખ વિસર્યું નહિ, અને પુત્રમોહથી અનુક્રમે તેના શરીરમાં પણ બેચેની ઉત્પન્ન થઈ. કહ્યું છે કે-અનમાં અરૂચિ, શરીરે પીડા, નિદ્રાને અભાવ અને મનની અસ્વસ્થતા–આમ હેવાથી કાંઈ સમજાતું નથી કે પરિણામે શું થશે? આ પ્રમાણે કેટલાક દિવસો જતાં એકદા રાજાએ પાછલી રાત્રિએ પતે ખયુક્ત વાહનમાં બેસીને દક્ષિણ દિશામાં ગયે. એવું સ્વપ્ન જોયું. પ્રભાતકાળે તે સ્વપ્નની વાત પિતાના મંત્રીને એકાંતમાં કહી. એટલે મંત્રીએ પણ સ્વપ્નશાસ્ત્રવેત્તાને એકાંતમાં બેલાવીને તે સ્વપ્નનું ફળ પૂછયું. તેણે કહ્યું કે-હે મંઝિન ! આ સ્વપ્ન અલ્પકાળમાં મરણને સુચવે છે. કહ્યું છે કે-“રાત્રિએ ખરયુક્ત યાનમાં બેસીને પિતે કઈ દિશામાં જાય છે, એવું સ્વપ્ન જોવામાં આવે તે તે જેનાર અલ્પકાળમાં મરણ પામે.” આ પ્રમાણે સાંભળીને રાજા અને મંત્રી બને અત્યંત ચિંતાતુર થઈ ગયા. પછી મંત્રીથી પ્રેરણે કરાચેલે રાજા પુણ્ય કરવાની ઈચ્છાથી દેવસ્થાનમાં પૂજાદિષ્ટ અને દીનેને ઉદ્વાર વિગેરે કરવા લાગ્યા. કહ્યું છે કે વાર્તા રેવાબમતિ, તપ કુતિ જિ. निर्धना विनयं यांति, क्षीणदेहास्तु शीलिनः" ॥१॥ પીડિત જન દેવને નમે છે, રેગીજને તપ કરે છે, નિધન લેકે વિનય કરે છે અને ક્ષીણ દેહવાળા શીલ પાળે છે.” એકદા રાજા સભામાં આવીને બેઠે, એટલે તેને પ્રણામ કરવાને માટે મંત્રી, સામંત, સેનાપતિ, શ્રેણી, પરેહિત વિગેરે સભ્યજને સર્વે આવ્યા. તે વખતે ત્યાં જવાની ઇચ્છાથી પ્રિયંકર પણ ઘરથી બહાર નીકળે. એવામાં માર્ગે આકાશવાણી થઈકેહે પ્રિયંકર! આજ રાજા તરફથી તને ભય ઉત્પન્ન થશે અને ચોરની જેમ બંધન

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100