Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 70
________________ પ્રિયંકરપ ચરિત્ર. બધા રિલેકો પણ તેને સત્કાર કરવા લાગ્યા. કહ્યું છે કે “ગમાં જનાબે ર, વિદ્યાવર્ત પનિક | ર ર ર હતા, છતિ ” ને “રાજમાન્ય, ધનવંત, વિદ્વાન, તપસ્વી, રણઘર અને દાતાર એવા પુરૂષને સર્વે આદર આપે છે.” - હવે કેટલાક દિવસ ગયા બાદ રાજાના અરિચૂર અને રણજૂર નામના બંને પુત્ર જવરના વ્યાધિથી મરણ પામ્યા. કહ્યું છે કે-“રાત્રિ ચાલી જશે, સુપ્રભાત થતાં સૂર્ય ઉદય પામશે અને કમળ વિકસિત થશે, આ પ્રમાણે કમળના પુટમાં રાત્રિએ બંધાઈ રહેલ મધુકર વિચાર કરતે હતે, એવામાં પ્રાતઃકાળે અહે! હાથી આ વીને તે કમળનું ભક્ષણ કરી ગયે.” રાજપુત્રના મરણુથી નગરમાં મહાન શોક વ્યાપી રહ્યો. રાજા પણ અત્યંત ચિંતાતુર થઈને સભામાં પણ આવતે બંધ થયે, એટલે મંત્રી તેને સમજાવવા લાગ્યા કે–“હે રાજન ! આ દેવાધીન વસ્તુમાં કેને ઉપાય ચાલી શકે? આ માર્ગ તે સહુ કેઈને માટે સમાન છે, માટે ખેદ કરવાથી શું? કહ્યું છે કે- ધર્મ, શોક, ભય, આહાર, નિદ્રા, કામ, કલહ અને કે–એ જેટલા વધારીએ તેટલાં વધી શકે છે. વળી–“તીર્થકરે, ગણધરે, ચક્રવર્તીએ, વાસુદેવે અને બળદેએ બધાઓને દુષ્ટદેવે સંહાર કર્યો, તે બીજા સામાન્ય જીવોની શી ગણના? વળી હે સ્વા મિન ! સગરચકીના સાઠ હજાર પુત્ર અને સુલસાના બત્રીશ પુત્રો સમકાળેજ મરણ પામ્યા હતા માટે હે રાજન ! તમારે સર્વથા શેક નજ કરે. કહ્યું છે કે-જન્મ પામેલાને અવશ્ય મરણ અને મરણ પામેલાને અવશ્ય જન્મ આવે છે (પ્રાપ્ત થાય છે), માટે એવી અનિવાર્ય બાબતમાં ચિંતા શી કરવી?” આ પ્રમાણે મંત્રીએ બહુ રીતે સ

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100