________________
પ્રિયંકરનૃપ ચરિત્ર.
પુરૂષોત્તમ ! રાજવાડીમાં મારું દેવકુળ છે, લેકેની આશા પૂરનાર હું સત્યવાદી નામને યક્ષ છું, તેથી બધા લોકો મને પૂજે છે. એકદા તે મંત્રીસુતા પિતાની સખીઓ સહિત ક્રીડા કરવા તે રાજવાડીમાં આવી હતી. કીડા કરતી કરતી મારા મંદિર પાસે આવી. પછી મારી મૂર્તિ જોઈને તે હસીને બોલી કે–ખરેખર આ દેવ નથી, પણ પાષાણુખંડજ છે.” એમ કહીને નાકને મરડી ત્યાંથી ચાલતી થઈ, તે વખતે જ કુપિત થઈને મેં તેને છળ કર્યો છે. ” આ પ્રમાણે સાંભળીને પ્રિયંકર બોલ્યો કે-“હે યક્ષેશ ! રાજમાર્ગમાં ચાલ્યા જતા હાથીને જોઈને કદાચ કઈ ધાન ભસે, તે શું હાથીને તેની સાથે કહિ કરવો ઉચિત છે?મદેન્મત્ત થયેલ શીયાળીઓ જે કે સિંહની સમક્ષ વિરલ બોલે છે, છતાં સિંહ તેના પર કોપાયમાન થતું નથી, કારણ કે અસશ જને પર કેપ કરે? કાગડે કદાચ ગજેદ્રના મસ્તક પર વિષ્ટા કરે, તે તે કાગડાની જાતને ઉચિત છે, પણ તેથી ગજેના બળમાં કાંઈ હીનતા આવતી નથી. માટે તે ઉત્તમ! આ અજ્ઞબાળા પર તમારે કેપ કરવો ઉચિત નથી.” ઈત્યાદિક મધુર વચનેથી કુમારે તેને કેપ શાંત કર્યો. પછી યક્ષ બે કે તમારા ઉપસર્ગહરસ્તવના ગુણનથી (ગણવાથી) હવે હું એના શરીરમાં રહેવાને સમર્થ નથી, તેથી મેં તારા સાહસની પરીક્ષા કરી છે, પરંતુ તારા સાહસથી હું અતિશય સંતુષ્ટ થયો છું, માટે તું વર માગ.' પ્રિયંકર બોલ્યો કે-“હે યક્ષરાજ! તમે મારા પર સંતુષ્ટ થયા છે તે એ પ્રધાનપુત્રીને સજ્જ કરીને મારા પર ઉપકાર કરે.” એટલે યક્ષે તેના વચનથી તેને સજજ કરી, અને કહ્યું કે-“આ મારી નિંદાકરવાથી બહુ પુત્ર પુત્રીને ઉત્પન્ન કરનારી થશે.” પછી પ્રિયંકરને સર્વ પક્ષીઓની ભાષા સમજાય તેવું જ્ઞાન આપીને યક્ષ સ્વ સ્થાને ગયે.