________________
પ્રિયંકરનૃ૫ ચરિત્ર. ત્યારબાદ ત્રણ દિવસ ગયા પછી તેના જેવા જ રૂપવાળો, તેટલીજ વયને, તેના જેવા જ વર્ણવાળ, તેજ નામવાળે, તેવી જ નિશાની જણાવનારે, તેના જેવું જ બેલનારે, તેના જેવાજ મુખ અને નેત્રવાળો એક વિપ્ર પ્રિયંકર પાસે આવ્યું, એટલે પ્રિયંકર બે કે-“હે વિપ્ર ! તું તરત પાછો કેમ આવ્યે? શા કારણથી ત્યાં ગયે નહિ? શું સ્વજનેએ તને અટકાવ્યા ? અથવા શુભ શકુનના અભાવે પાછો આવ્યો?” બ્રાહ્મણે કહ્યું કે-“હે સજન! સમુદ્રમાર્ગે જતાં વહાણ ડુબવાના ભયથી જીવને જોખમમાં નાખવાની શંકાથી હું પાછો આવ્ય; કારણ કે જીવને સંશયમાં નાખી ધન કમાવાથી પણ શું ? કહ્યું છે કે- જે ધન મેળવતાં શત્રુઓને પ્રણિપાત કરે પડતે હોય, ધર્મની મર્યાદાને લેપ થતું હોય અને અતિ કલેશ થતું હોય, તેવા દ્રવ્યનું પ્રયોજન નથી.” આ પ્રમાણે ભયની શંકાથી હું ત્યાં ગયે નહિ. અહીં આપના જેવા બહુ ભાગ્યવંત છે, તેમના આશ્રયથી હું મારે નિર્વાહ ચલાવીશ.” આ પ્રમાણે કહી તે સ્ત્રીને લઈને ત્યાંથી ચાલ્યા ગયે.
કેટલાક માસ વ્યતીત થતાં પોતાની પ્રિયાને મળવાને ઉત્સુક થયેલે પેલે બ્રાહ્મણ એક મોટા પર્વત જેવા ગજેંદ્રને સિંહલદ્વીપથી લાવીને પ્રિયંકરને ઘેર આવ્યા, અને તેને આશીષ દઈને તેની સમક્ષ બેઠે. પછી તેણે પ્રિયંકરને કહ્યું કે-હે સજનતમારા પ્રસાદથી હું ગજાદિક ધન ઉપાર્જન કરીને અત્યારે જ કુશળે અહીં આવી પહોંચ્યું છું, તમે મારા ઉપર મેટે ઉપકાર કર્યો છે, હું તમારે પ્રત્યુપકાર શી રીતે કરી શકીશ એજ ચિંતા છે, હવે તમે મારા પર પ્રસન્ન થઈને મારી પ્રિયા મને સેપે.” આ પ્રમાણેનું વિપ્રનું વચન સાંભળીને પ્રિયંકર તે જાણે વજથી ઘાયલ થઈ ગ