________________
૫૮
પ્રિયકરનૃપ ચરિત્ર.
""
ઉત્સુક એવા હું તમારી પાસે મારી પ્રાણપ્રિયાને મૂકવા આવ્યે છું. હું તે કાય કરીને પાછા આવું, ત્યાંસુધી રૂપ અને લાવણ્યચુક્ત આ મારી પ્રિયાને તમારે ઘેર સભાળીને રાખેા. તેની પાસે તમારે પાણી ભરાવવું,રધાવવું અને છાશનુંવલેણું કરાવવું, વિગેરે કામ કરાવવું અને ભાજન આપવું. તેવા પ્રકારના કાઇ પણ સ્વજનાના મારે અભાવ હાવાથી અને ખીજે કાઈ ઠેકાણે વિશ્વાસ ન આવવાથી ઉત્તમ એવા તમારી પાસે તેને મૂકીને હું નિશ્ચિંત થઇ જઈ શકું તેમ છું. આ પ્રમાણે સાંભળીને કુમાર ખેલ્યા કે– હે વિત્તમ ! અહીંજ ( આ શહેરમાંજ ) તમારા સ્વગોત્રના, સ્વજાતિના યા સ્વવના ઘણા લેાકેા છે, તેમને સોંપીને તમે જાઓ.’ વિપ્ર ખેલ્યા કે− હું સજ્જન ! ખીજે કાંઇ મૂકવા મારૂં મન માનતુ નથી, માટે તમેજ આ મારૂં કા કરીને મારાપર ઉપકાર કરો. ' કુમારે કહ્યું કે− હૈ દ્વિજ ! કેવળ તમારા આગ્રહથી મન ન હોવા છતાં માત્ર પરાપકારને માટેજ તમારી પ્રિયાનુ હું મારે ઘેર રક્ષણ કરીશ, પરંતુ કા કરીને તમારે સત્વર આવવું.' બ્રાહ્મણ હર્ષિત થઇને પ્રિયંકરને કહેવા લાગ્યા કે હું પુરૂષોત્તમ ! કાશીવાસી, કાશ્યપગાત્રી, કામદેવપિતા, કામલતામાતા, કેશવનામ, કરપત્રિકા કરમાં અને કષાયવસ—આ સાત કકારથી જે મારી નિશાની આપે, તેને આ સુંદરી તમારે સાંપી દેવી. ’ આ પ્રમાણે કહીને તે બ્રાહ્મણ ત્યાંથી ચાલતા થયા. એટલે પ્રિયકરે તેને કહ્યું કે- હે વિપ્ર ! તમને તમારા મા સુખરૂપ થાઓ, પુનઃ સત્વર સમાગમ હા, કાર્યોંમાં સફળતા પામે અને અવસરે અમને સંભારીને તરત પાછા આવેા. વળી હૈ દ્વિજ ! જ્યારે તમે અહીં આવશે, ત્યારેજ આ તમારી ભાર્યો હું તમને સોંપીશ.
"
?