Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 60
________________ ૫૬ પ્રિયંકરનૃપ ચરિત્ર. તવ્યમૂઢ બની ગયા છીએ. વળી અષ્ટમી તથા ચતુર્દશીના દિવસે તે તે વિશેષે પીડિત થાય છે, તે દિવસે તે કઇ ભજન લેતી નથી, કશું બોલતી નથી અને પૂછતાં કંઈ ઉત્તર પણ આપતી નથી. આથી તેનું કોઈ પાણિગ્રહણ પણ કરતું નથી, માટે છે પ્રિયંકર ! મારા પર કૃપા કરીને તું એ પરોપકાર કર, કે જેથી એને કઈ પણ ઉપાયવડે ફાયદો થાય. આ બાબતમાં જે ધનાદિ જોઈએ તે કહે, તે તે હું તને પ્રથમથી જ આપું. કારણ કે સંગ્રહ કરેલા બહુ ધનથી પણ શું કે જે પિતાનાં સંતાને માટે પણ ઉપયોગમાં નથી આવતું. કહ્યું છે કે- દેવ, ગુરૂ, ધર્મ, સ્વજન અને પુત્રાદિકના ઉપયોગમાં આવી જે ધન સફળ થતું નથી, તેવા દુઃખહેતુક ધનથી પણ શું?” પછી પ્રિયંકરે કહ્યું કે હે મંત્રિન્ ! તમે અગરૂ, કપૂર, કસ્તુરી પ્રમુખ ધૂપની સામગ્રી લાવે. કે જેથી હું કંઇક તેને પ્રતીકાર કરું. જે એનું પુણ્ય પ્રબળ હશે, તે માટે કરેલ ઉદ્યમ સફળ થશે. કહ્યું છે કે “ઉદ્યમ કાળના પાયા, શત િસતા ! ચાં પાવીનgmનિ, સંવાનિ અવંતિ દિ” ? “ પ્રાણીઓને કરેલ ઉદ્યમ પણ ત્યારેજ સફળ થાય છે, કે જ્યારે તેમનાં પૂર્વ પુણ્ય પ્રબળ હોય છે.” પછી મંત્રીએ તેણે કહેલ બધી સામગ્રી તૈયાર કરી આપી. ત્યારપછી પ્રિયંકર અષ્ટમી ચતુર્દશીના દિવસે તેના ઘરમાં શ્રી પાર્શ્વનાથ ભગવંતની પ્રતિમા સ્થાપી, તેનું પુષ્પાદિકથી પૂજન કરીને તથા તેની આગળ શ્રેષ્ઠ ગંધયુક્ત ધૂપ કરીને પાંચસો વાર ઉપસર્ગહર સ્તોત્રને પાઠ કરવા લાગ્યો. તે ઉપચારથી પ્રધાનપુત્રીને શને શને ફાયદો થતો ગયે.

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100