Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 59
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. ૫૫ કંઈક કંઈક નિમિત્તને લઈને પ્રાણીઓની પ્રીતિ બંધાય છે, પરંતુ મયૂર અને મેઘની જેમ નિષ્કારણ અને નિર્દોષ પ્રીતિ તે ક્યાંક જ જેવામાં આવે છે. હે મહાનુભાવ! તારે અનેમિત્તિક સ્નેહ છે, તેથી તે સર્વોપરી છે; માટે તારા લાયક કંઈક કાર્ય કહેવું છે.” પ્રિયંકર બે કે-હે મંત્રિન ! તમે સુખેથી કામ ફરમાવે, હું આપને દાસ છું.” એટલે મંત્રીએ કહ્યું કે મારી પુત્રી એકદા પિતાની સખીઓ સહિત કીડા કરવાને વાડીમાં ગઈ હતી. ત્યાં કઈક દુષ્ટ શાકિની, ડાકિની, ભૂત યા પ્રેતાદિકની છાયાથી ઘેલી થઈ ગઈ છે. તેને લગભગ એક વર્ષ કરતાં કંઈક વધારે થયું છે. તે સંબંધમાં મેં ઘણા ઉપચારો કર્યા, પરંતુ દુર્જનને કહેલ સદ્વાજ્યની જેમ તે બધા ઉપચારે વૃથા ગયા છે. વળી બહુ દેવ દેવીઓની માનતા કરી પણ તે નિષ્ફળ થઈ છે, અને ઘણુ વૈદ્યોને દેખાડી, તે તેઓ તેને રોગ થયેલ છે એમ જણાવે છે, કેટલાક યોગીઓ ભૂતાદિકને દેષ જણાવે છે, અને દેવજ્ઞ જને (જ્યોતિષીઓ) ગ્રહની પીડા બતાવે છે. કહ્યું છે કે "वैद्या वदंति कफपित्तमरुत्प्रकोपं, ज्योतिर्विदो ग्रहकृतं प्रवदंति दोषम् । भूतोपसर्गमथ मंत्रविदो वदंति, कर्मैव शुद्धमुनयोऽत्र बदंति नूनम् " ॥१॥ “વેદ્યો કફ, પિત્ત કે વાયુ પ્રકોપ જણાવે છે, પતિષને જાણનાર ગ્રહને દોષ કહે છે, માંત્રિકે ભૂતને ઉપસર્ગ બતાવે છે અને શુદ્ધ મુનિઓ આ સંબંધમાં કર્મનેજ મુખ્ય કહે છે. ” આ પ્રમાણે વિકટ સંકટમાં આવી પડેલા અમે કિંક

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100