Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 57
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. માટે દ્રવ્યાદિકના ઈચ્છક પુરૂષે ચારે બાજુ સરખું (ચોખંડ) ઘર કરાવવું.” પછી પ્રિયંકરે તે આવાસમાં યક્ષમૂર્તિને ઠેકાણે શ્રી પાર્થપ્રભુની મૂર્તિ વિધિપૂર્વક આળેખાવી અને પછી ચિત્રમાસની અઠ્ઠાઈમાં તે આવાસની અંદર શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ સિંહાસન ઉપર સ્થાપી, ધૂપ દીપાદિક કરી, પવિત્ર થઈને પ્રિયંકર પિતે દરરોજ પાંચ વખત ઉપસર્ગહર સ્તોત્રને પાઠ કરવા લાગે. આઠમે દિવસે ઘરમાં રહેલ વ્યંતર બાળગીનુંરૂપ કરીને ત્યાં આવી તેના ધ્યાનમાં ભંગ કરવા માટે કહેવા લાગે કે-“હે સજજન ! તું કૃપાળુ છે, માટે ગાકાંત એવા મારું રક્ષણ કર. હુ માતપિતા રહિત નિરાધાર રંક છું, માટે મારા પર દયા કરીને ઓષધાદિકથી મારા પ્રાણ બચાવ.” એ પ્રમાણે તેણે વારંવાર પ્રાર્થના કરી, છતાં પ્રિયંકર કઈ બોલે નહિ, એટલે તે વ્યંતર હાથી, સિંહ અને સર્પાદિકનું રૂપ વિકૃવીને તેને ભય પમાડવા લાગે, તથાપિ તે પિતાના ધ્યાનથી ચળાયમાન થયે નહિ, પરંતુ પ્રથમ કરતાં વિશેષ ઉપસર્ગહરસ્તવને પાઠ કરવા લાગ્યું. તે તેત્રપાઠના પ્રભાવથી દુષ્ટ વ્યંતર ત્યાંથી પલાયન કરી ગયો. પછી પ્રિયંકરના કહેવાથી તે ધનદત્ત શેઠ પરિવાર સહિત સુખે તે આવાસમાં રહ્યો. ત્યારપછી ત્યાં બીલકુલ ઉપદ્રવ થયો નહિ. પ્રિયંકરના ઉપકારથી સંતુષ્ટ થયેલા ધનદત્ત શ્રેણીએ મોટા આગ્રહથી પિતાની શ્રીમતી પુત્રી સાથે મહોત્સવપૂર્વક તેનું પાણિગ્રહણ કરાવ્યું, અને કરમચનના અવસરે તેણે રત્નસુવર્ણ જડિત હાર તથા કેયૂર (બાજુબંધ) વિગેરે આપ્યાં. પછી શ્રીમતીની સાથે પોતાને ઘેર આવીને પ્રિયંકર નાના પ્રકાસ્નાં સુખ જોગવવા લાગે.

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100