________________
પ્રિયંકરનૃપ ચરિત્ર. અને શેકના સમયમાં તે જનની સમાન થાય છે અને શય્યામાં કામિની થાય છે. અહ! ત્રણે લેકમાં પણ પુરૂષને ભાર્યા સમાન કેઈ બાંધવ નથી.” પછી ધનની પ્રાપ્તિ થતાં શ્રેષ્ઠીએ પિતાને ઘેર દાસ, દાસી, ગાય,ભેંશ અને અશ્વાદિક પરિવાર વધાર્યો અને કુટુંબ બીએને પણ વારંવાર ભેજનાદિક કરાવવાથી કુટુંબમાં પણ તેનું મહત્વ વૃદ્ધિ પામ્યું. કહ્યું છે કે –
गौरवं प्राप्यते दाना-न तु द्रव्यस्य संग्रहात् । स्थितिरुच्चैः पयोदानां, पयोधीनामधः पुनः ॥ १॥
દ્રવ્યના દાનથી ગેરવ પ્રાપ્ત થાય છે, માત્ર તેને સંગ્રહ કરવાથી ગરવ પ્રાપ્ત થતું નથી. કારણ કે મેઘ જળ આપે છે તેથી તેની ઉચે સ્થિતિ છે અને સમુદ્ર જળ નથી આપતા માટે તેની અધઃસ્થિતિ છે.” વળી “વિધાતાએ જેમને નિર્ધન બનાવ્યા છે તેમને વિધિ પ્રતિકૂળ હોય છે, પણ દ્રવ્ય છતાં નથી આપતા તેમનાથી તે વિધાતા વધારે પ્રતિકૂળ હોય છે. સમૃધ્ધ છતાં કૃપણ હોય તે આશ્રિત જને તેની પાસે જઈને શું કરે ? કિશુકનું વૃક્ષ ફલિત થાય છતાં પણ સુધિત શુક તેની પાસે જઈને શું કરે? કેમકે તે કાંઈ ખાદ્ય આપતું નથી. ” આ પ્રમાણે સુખવિલાસ કરતાં તેમને પ્રિયંકર પુત્ર પણ વૃદ્ધિ પામી આઠ વર્ષને થયે, એટલે તેને લેખશાળા ( નિશાળ) માં મોકલવા શ્રેષ્ઠીએ શુભ મુહુર્ત જેવરાવ્યું. કહ્યું છે કે-“શુભ વેળાએ કરેલ કાર્ય વૃદ્ધિ અને લાભ આપનાર થાય છે. જુઓ, સારે અવસરે ગણધર પદપર સ્થાપન કરેલા ગૌતમસ્વામી સર્વ લબ્ધિના ભંડાર થયા.” પછી તેના મહત્સવનિમિત્તે શ્રેણીએ સ્વજનોના ગારવા માટે પિતાને ઘેર