Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 44
________________ ૪૦ પ્રિયંકરસૃપ ચરિત્ર. કાન પાસે જઈને તેને અશકચંદ્ર રાજાને મરણ સમય કહ્યો, એટલે રાજાએ પ્રગટ રીતે તેને પૂછયું કે- હે સિધ્ધ !તે મરણ પામ્યા પછી તેના રાજપાટ પર તેને કયે પુત્ર બેસશે?” એટલે ક્ષણવાર ધ્યાન ધરીને તે બોલ્યો કે-“હે રાજન ! તેના પુત્રોને તેનું રાજ્ય મળવાનું નથી, તેમજ તેના ગેત્રમાં પણ હવે પછી રાજ્ય રહેવાનું નથી, પરંતુ પ્રિયંકર નામના જે વણિકપુત્રને તમે કેટખાનામાં નાંખેલ છે તે જ પુણ્યવંતને તેનું રાજ્ય દેવતા પોતે આપશે.” આ પ્રમાણે સાંભળીને રાજા બે કે-“હે સિદધ પુરૂષ! આવું સંબંધ વિનાનું શું બોલે છે? “આ વાણિકપુત્રને રાજ્યની પ્રાપ્તિ થશે એમ કહેવાથી તારું જ્ઞાન પણ સારી રીતે અમારા જાણવામાં આવી ગયું. આ બિચારે નિધન વણિપુત્ર છે, એનું નામ પણ કઈ જાણવામાં નથી. જેનું રાજ્ય પ્રાપ્તિનું પ્રબલ પુણ્ય હોય, તેનું નામ તે સર્વત્ર પ્રસિદ્ધજ હેય.” કહ્યું છે કેજે પુણ્યવંત જન છે તેમનું નામ નળ, પાંડવ અને રામચંદ્રની માફક પ્રસિદ્ધ હોય છે અને ઘેર ઘેર ગવાય છે. ” સિદ્ધ કહેવા લાગ્યા કે-“હે રાજન ! મારું જ્ઞાન કદાપિ વૃથા થનાર નથી; આજ વણિકપુત્રને તે રાજય મળશે. આ સંબંધમાં તમારે લેશ પણ સદેહન કરે. જે આ વાત તમારા માનવામાં ન આવતી હોય તે ખાત્રીને માટે કાલે તમે જે ભેજન કર્યું છે તે કહી દઉં.” રાજાએ કહ્યું કે—કહે” એટલે તે બોલ્યો કે-ધ્રુત અને ખાંડમિશ્રિત દક અને પાંચ માંડા, મગ, અડદ તથા મુખમાં તાંબુલ–એ પ્રમાણે કાલે તમે જમ્યા છે.” આ પ્રમાણે સાંભળીને રાજાએ તે સત્ય માન્યું, એવામાં કઈ સભાસદ બોલ્યા કે “હે સ્વામિન! ચુડામણિશાસ્ત્રના જાણ ગતવાર્તા જાણે છે, પણ આગામી વાત તેઓ

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100