________________
પ્રિયંકરનુ૫ ચરિત્ર. પૂછયું. પંડિતે કહ્યું કે આ સ્વપ્નથી એમ જણાય છે કે તમારે પુત્ર આ નગરને અવશ્ય રાજા થશે. સ્વપ્નશાસ્ત્રમાં કહ્યું છે કે જે પિતાના આંતરડાથી કઈ પણ ગામ કે નગરને વીંટી લે તે મનુષ્ય તે ગામ, નગર; દેશ કે મંડલને રાજા થાય. વળી સ્વનમાં જે પોતાના આસનને, શાને, શરીરને, વાહનને અને ઘરને બળતાં જુએ તેની સન્મુખ લક્ષ્મી આવે છે. વળી સમધાતુવાળા, પ્રશાંત, ધાર્મિક, નિરોગી અને જિતેંદ્રિય એવા પુરૂષના જોવામાં આવેલ શુભાશુભ સ્વપ્ન સત્ય થાય છે. રાત્રિએ ચારે પહેરમાં જેવામાં આવેલ સ્વપ્ન અનુક્રમે એક વર્ષે, છ મહિને ત્રણ મહિને અને એક મહિને ફળ આપનાર થાય છે.” આ પ્રમાણે સાંભળીને “દેવવાણું પણ સત્ય થઈ એમ અંતરમાં જાણને પાસદર છીએ હર્ષ પામી પંડિતને કહ્યું કે-“હે પ્રાજ્ઞવર્ય! તમે કહ્યું તે બધું સત્યજ છે. કારણ કે સર્વરે કહેલ શકુન શાસ્ત્ર અન્યથા નજ હેય.” પંડિતે કહ્યું કે-“હે શ્રેષ્ઠીન ! તે કારણ માટે મારે પણ મારી પુત્રી તમારા પુત્રને આપવાની છે.” પછી શ્રેષ્ઠીએ પણ પંડિતનું કથન સ્વીકારીને શુભ લગ્ન પંડિતની પુત્રી સેમવતી સાથે પિતાના પુત્રનો મહત્સવ પૂર્વક વિવાહ કર્યો. હસ્તમોચનવસરે પંડિતે પ્રિયંકરને રત્નસુવર્ણાદિક પુષ્કળ ધન આપ્યું.
આ પ્રમાણે બને પ્રિયા સાથે વિવિધ પ્રકારનાં સુખ ભેગવતે પ્રિયંકર ધર્મકાર્યમાં વિશેષ તત્પર થઈને પોતાને સમય વ્યતીત કરવા લાગ્યું.
હવે પાસદર શેઠના ઘરની પાસે મહાદાની ઔદાર્યાદિ ગુણગણથી અલંકૃત અને કેટીશ્વર “ધનદત્ત” નામને શેઠ રહે તે હતે. દાનગુણથી તેની કીર્તિ ચારે દિશાઓમાં વિસ્તાર પામેલી