________________
પ્રિયંકરનૃપ ચરિત્ર. છેદથી સંતતી જીવતી નથી, વળી આમલીવૃક્ષના છેદથી ધનને અને યશને પણ નાશ થાય છે, એમ આચાર્યોએ કહ્યું છે. માટે સ્વહિતેચ્છએ તેને ત્યાગ કરે. વિચક્ષણ જનેએ સુખશાંતિને અર્થે પ્રાયઃ વૃક્ષરહીત સ્થાન મેળવીને પિતાને આવાસ કરે. વળી પિતાને આવાસ કરતાં સ્વહિતને માટે જિનેંદ્રને પૃષ્ઠભાગ તજ, મને હેશને પાર્થભાગ તજ અને વિષ્ણુને અગ્રભાગ તજે ઉચિત છે. જિનમંદિરની પછવાડે સવાસે હાથ જેટલી જમીનની અંદર કરેલ ઘર ધન અને સંતતીને નાશ કરે છે. મહેશના મંદિર વિગેરેને માટે પણ તેવી જ રીતે સમજી લેવું. આ બાબત વધારે વિસ્તારથી જેવી હોય તે ચૂડામણિ વિગેરે ગ્રંથો જોઈ લેવા. ”
અનુક્રમે કેટલેક દિવસે શ્રેષ્ઠીએ કરાવેલ આવાસ તૈયાર થયે એટલે શુભ મુહુર્ત ઘરની અંદરના વામભાગમાં દેવાલય સ્થાપીને દેવપૂજા તથા સંઘવાત્સલ્ય અને દીદ્વારાદિક કરીને ધનદત્ત શેઠ નવા આવાસમાં રહેવા આવ્યા. ત્યાં રહેતા ત્રણ દિવસ થયા. પછી એથે દિવસે રાત્રિએ ધનદત્ત સુખે ઘરમાં સુતે, તે પ્રભાતે જાગે ત્યારે પિતાને ઘરના આંગણામાં પલંગ પર સુતેલે જે. પછી વિસ્મય પામીને બીજે દિવસે રાત્રિએ નમસ્કાર અને ઈષ્ટ દેવતાના મરણપૂર્વક તેજ નવા આવાસમાં અંદરના ઓરડામાં દ્વાર બંધ કરીને સુતે, પણ પ્રભાતે પ્રથમ દિવસની જેમજ - તાને બહાર સુતેલે જે, એટલે તે વિશેષ ચિંતાતુર થયા. પછી ત્રીજે દિવસે પણ રાત્રિએ ધૂપ ઉખેવીને ત્યાં સુતો, પરંતુ પ્રથમ ની જેમજ થયું. આથી તે મનમાં અતિશય ખેદ પામે. તેના કુટુંબમાંથી પણ જે કઈ રાત્રિએ ત્યાં સુવે, તે પ્રભાતે ઘરના આંગણામાં સુતેલે જોવામાં આવે. આ પ્રમાણે થવાથી ભયભીત