Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 49
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. ૪૫ ભજન કરનાર, શાસ્ત્રના બેધવાળે અને સંગ્રામમાં યુદ્ધ કરનારસત્ પુરૂષનાં આ પાંચ લક્ષણ છે.” આ પ્રમાણે પોતાના તાતનું કથન સાંભળીને પ્રિયંકરે પણ વિનયપૂર્વક તેની આજ્ઞા સ્વીકારી લીધી. કહ્યું છે કે – અતિ પત્યુઃ નમો ઉત્તરઃ શિષ્ય પિતા પુત आदेशे संशयं कुर्वन्, खंडयत्यात्मनो व्रतम् ॥ १ ॥ પતિના આદેશમાં સતી [સ્ત્રી), સ્વામીના આદેશમાં સેવક, ગુરૂના આદેશમાં શિષ્ય અને પિતાના આદેશમાં પુત્ર–જે સંશય કરે છે તે પિતાના વ્રતનું ખંડન કરે છે, એમ સમજવું.” પછી પ્રિયંકર હાથમાં ફળ, પુષ્પાદિ લઈને તે ઉપાધ્યાયને ઘેર ગયે, અને ત્યાં શાસ્ત્રાધ્યયન કરતા તેના બે પુત્રને જોઈને તેણે પૂછ્યું કે વિધ્યાયજી કયાં ગયા છે? એટલે મોટા પુત્રે જવાબ આપે કે मृतका यत्र जीवंति, निर्जीवा उच्चसंति च । .. स्वर्मा कलहो यत्र, तद्गृहेऽस्ति द्विजोत्तमः ॥ १॥ “મૃતક જ્યાં જીવતા થાય છે અને નિર્જીવ જ્યાં શ્વાસ લે છે તથા સ્વગેત્રમાં જ્યાં કલહ થયા કરે છે તેને ઘેર ઉપાધ્યાય ગયા છે.” આ પ્રમાણે સાંભળીને પ્રિયંકરે પોતાની બુદ્ધિથી તેને લુહારને ઘેર ગયેલ જાણીને તે ત્યાં ગયા. ત્યાં તેણે લુહારને પૂછયું, એટલે તેણે કહ્યું કે-કરપત્રક સજજ કરાવીને હમણાજ તે પિતાને ઘેર ગયા. પછી તેણે પાછા આવીને તેના લઘુ પુત્રને પૂછયું, એટલે ૧ તલવાર.

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100