________________
હચાવ્યો. ત્યાં જ
બાપને પ્રણામ કર્યા
પ્રિયંકરનુ૫ ચરિત્ર.
૪૩ તાની પુત્રીનું પાણિગ્રહણ કરાવ્યું, અને ધન, અશ્વ તથા વસ્ત્રાદિક તેને આપ્યાં.
લગ્નને બીજે દિવસે પ્રિયંકર પિતાની પ્રિયા સાથે પિતાને આપેલા આવાસમાં બેસીને મનમાં વિચાર કરવા લાગે કે આ બધે ઉપસર્ગહરસ્તવને પ્રભાવ છે. કહ્યું છે કે–વિપત્તિને ઠેકાણે સંપત્તિ, શત્રુને ઘેર કન્યાલાભ અને અપમાનને સ્થાને માનની પ્રાપ્તિ એ બધું પુણ્યનું ફળ છે. પછી રાજાએ તે પ્રિયંકરને તેની પત્ની સહિત રાત્રિએ વૈરીના ભયથી બચાવવા માટે પિતાના સેવકને સાથે મેકલીને પંચમીને દિવસે અશોકનગરે પહોંચાડ્યો. ત્યાં જઈને વધૂ સહિત તેણે માબાપને પ્રણામ કર્યા, એટલે દેવવાણું સત્ય થઈ. આ પ્રમાણે તે પ્રિયંકરને વસુમતી પ્રથમ પત્ની થઈ.
હવે પ્રિયંકરે બધા કુટુંબને ભાર માથે લઈને પિતાના પિતાને ચિંતામુકત કર્યા. કહ્યું છે કે –
ते पुत्रा ये पितुर्भक्ताः, स पिता यस्तु पोषकः। तन्मित्रं यत्र विश्वासः, सा भार्या यत्र निर्वृतिः ॥१॥
તેજ ખરા પુત્રો કે જે પિતાના ભક્ત હોય, તેજ પિતા કે જે પિષક હેય, તેજ મિત્ર કે જ્યાં વિશ્વાસ મૂકી શકાય, અને તેજ ભાર્યા કે જેની પાસે જવાથી શાંતિ પ્રાપ્ત થાય”
એકદા પ્રિયંકર શ્રી દેવગુરૂના સ્મરણપૂર્વક નમસ્કારમંત્ર અને ઉપસર્ગહરસ્તવનાદિકનું વિશેષ ધ્યાન ધરીને સુતે, તેવામાં રાત્રિના છેલ્લે પહેરે તેણે મહાઆશ્ચર્યકારક સ્વપ્ન જોયું. પછી તરત જાગ્રત થઈને તે નમસ્કારમંત્રની ગુણના કરવા લાગ્યું. કહ્યું છે કે“જિનશાસનના સારરૂપ અને ચાદ પૂર્વના ઉદ્ધારરૂપ નવકારમંત્રજેના
આ પ્રમાણે