________________
૪૪
પ્રિયંકરનૃપ સ્વિ.
મનમાં જાગ્રત છે તેને સંસાર શું ( ઉપાધિ ) કરશે? આ પ્રવર નમસ્કાર મંત્ર મંગળનું સ્થાન છે, દુઃખને વિલય કરનાર છે, સર્વ પ્રકારની શાંતિને ઉત્પન્ન કરનાર છે અને સ્મરણમાત્રથી સુખને દેખાડનાર છે. નમસ્કાર સમાન મંત્ર, શત્રુંજય સમાન તીર્થ અને ગજેન્દ્રસ્થાન (પદ) માં ઉત્પન્ન થયેલ જળ સમાન જળ જગતમાં અન્યત્ર નથી. તે અદ્વિતીય છે).” પછી તે વિચારવા લાગે કે-પૂર્વે ગુરૂમુખથી મેં સાંભળ્યું છે કે-“સુસ્વપ્ન જોઇને નિદ્રાન કરવી.’ વિવેકવિલાસ નામના ગ્રંથમાં કહ્યું છે કે-“સુસ્વપ્ન જોઈને સુઈ ન જવું, અને તે દિવસ ઉગ્યા પછી સદ્દગુરૂ યા વડિલ પાસે જઈને તેમને નિવેદન કરવું. દુઃસ્વપ્ન જોઈને સુઈ જવું, અને તે કેઈને જણાવવું નહિ. પછી પ્રભાતે તેણે પિતાના સ્વપ્નનું સ્વરૂપ પિતાના પિતાને નિવેદન કર્યું કે “હતાત!મેં મારા પિતાના શરીરમાંથી આંતરડાં આકર્ષીને તેને ભિન્ન ભિન્ન કરી તે આંતરડાંની જાળવડે આખા અશોકનગરને શનૈઃ શનૈઃ વીંટી લીધું અને પછી મારા શરૂ રીરને મેં અગ્નિથી બળતું જોયું, અને જોવામાં જળથી તેને શાંત કરવા ગયે તેવામાં હું જાગ્રત થઈ ગયા. માટે હે તાત! આ સ્વપ્નનું કેવા પ્રકારનું ફળ મને પ્રાપ્ત થશે?” પાસદર કહેવા લાગ્યા કે-હે વત્સ! ત્રિવિક્રમ ઉપાધ્યાયની પાસે જઈને તું આ સ્વપ્નનું ફળ પૂછ. કારણ કે તે સ્વપ્નશાસ્ત્રને જાણ અને ગુણ છે. કહ્યું છે કે,
पात्र त्यागी गुणे रागी, भोगी परिजनैः सह । જાણે પોતા ને થોડ, પુણા બાળા . લ્પાત્રને દાન આપનાર, ગુણપર રાગ કરનાર, સ્વજને સાથે