________________
પ્રિયંકરનપ ચરિત્ર.
૩૯
કેદખાનામાં નાંખી દ્યો.” આવા પ્રકારને રાજાને આદેશ પામીને તે સેવકે તેને કારાગારમાં લઈ ગયા. પછી ત્યાં રહીને તે એકચિત્ત ઉપસર્ગહરસ્તેત્રને પાઠ કરવા લાગે. - એવા અવસરમાં દિવ્ય પ્રભાવથી રાજાના મનમાં આવા પ્રકારને વિચાર ઉત્પન્ન થયે કે-“આ બિચારા વણિકપુત્રને અહીં રેકી રાખવાથી આપણે શું કાર્યસિદ્ધિ થવાની છે? માટે તેને મુક્ત કરું.” એવામાં તેની સભામાં કેઈક વિદ્યાસિદ્ધ જ્ઞાની આવીને રાજાને આશીર્વાદ દઈ ત્યાં બેઠે; એટલે રાજાએ પણ સ્વાગતપૂર્વક તેને કુશળ પ્રશ્ન પૂછ્યો. તે બે કે..... सौम्यदृष्टया नरेंद्राणां, प्रजानां हितवाक्यतः ॥
आप्तानां चित्तवात्सल्याव, मुखितोस्मि निरंतरम् ॥१॥ “રાજાઓની સેમ્ય દષ્ટિથી, પ્રજાઓના હિત વાક્યથી અને આપ્ત જનોના અંતઃકરણના વાત્સલ્યથી હું નિરંતર સુખી છું.” પછી રાજાએ તેને પ્રશ્ન કર્યો કે-“હે જ્ઞાની ! તમે શું શું જાણે છે?' તેણે કહ્યું કે- જીવિત, મરણ, ગમનાગમન, રોગ, ગ, ધન, લેશ, સુખ, દુઃખ અને શુભાશુભ-એ બધું હું જાણું છું.” એટલે પલ્લીપતિએ કહ્યું કે– તે અમારા શત્રુ અશચંદ્રનું મરણ ક્યારે થશે તે કહે.” સિધ્ધ બે કે – એકાંતમાં કહીશ.” રાજા બોલ્યા કે- અહીં સર્વે મારા પિતાના માણસેજ છે, માટે કંઈ પણ સંદેહ રાખ્યા વિના કહે.” સિધે કહ્યું કે-ગુપ્ત વાત છ કાને જાય છે તેને ભેદ પ્રગટ થઈ જાય છે, ચાર કાન - સુધી રહે તે સ્થિર ટકે છે અર્થાત્ ગુપ્ત રહે છે, અને બે કાને હેય ત્યારે તે તેને ભેદ બ્રહ્મા પણ મેળવી શકતા નથી.” પછી રાજાના