Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 41
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. ૩૭ મિસ્યા થતી જ નથી. કહ્યું છે કે “મહાપુરૂનાં વચનો યુગાંત સુધી પણ અન્યથા થતાં નથી. અગત્ય નાષિના વચનથી બંધાયેલ વિંધ્યાચલ અદ્યાપિ વૃદ્ધિ પામતું નથી. વળી હે દેવ! આવું કષ્ટ આવી પડતાં ખરેખર તમારૂં અમને શરણ છે.” આ પ્રમાણેની તેની પ્રાર્થના સાંભળીને દેવ છે કે-“હે શેઠ ! ચિંતા ન કરે, તમારે પુત્ર આજથી પાંચમે દિવસે રાજકન્યા પરણીને આવશે. આ પ્રમાણે દેવવાણી સાંભળીને પાસદત્ત શેઠ નિશ્ચિત થઈ ખુશી થતા ઘેર આવ્યા, અને દેવતાએ કહેલ હકીક્ત તેણે પિતાની પત્ની પ્રિયશ્રીને કહી સંભળાવી. પછી શ્રેષ્ઠીથી આશ્વાસન પામેલી તે પણ શંકરહિત થઈને ધર્મકાર્યમાં વિશેષ રીતે તત્પર થઈ. હવે શ્રીપવર્ત પર કેદખાનામાં રહેલ પ્રિયંકરને પ્રભાતે પલ્લીપતિએ પોતાની પાસે બોલાવ્યું અને તેને પૂછ્યું કે તું કોણ છે?” પ્રિયંકરે કહ્યું કે-“હે રાજન ! હું અશકનગરને રહેવાસી પાસદત્ત શેઠને પ્રિયંકર નામે પુત્ર છું. પાસેના ગામમાં હું ઉઘરાણી કરવા ગયે હતું, ત્યાંથી પાછા ફરતાં મને તમારા માણસો શા માટે બાંધીને અહીં લાવ્યા તે હું કાંઈ સમજી શકતા નથી.” આ પ્રમાણે સાંભળીને રાજા બોલે કે-અશોકનગરને રાજા અશચંદ્ર મારે, શત્રુ છે, તેથી તેના નગરના રહેવાસી બધા નગરવાસીઓ માર વૈરી જ જાણવા; પરંતુ મારા સેવકેએ તે બીજે ગામ જતાં તે રાજાના મંત્રીના પુત્રને પકડવાને માર્ગ રે હતું તેને બદલે તું બંધાઈ ગયો.” આથી પ્રિયંકર બે કે-“હે સ્વામિન! તે મને ગરીબને બંધનમાં નાંખવાથી તમને શું લાભ થવાનું છે? આ તે એવું થયું કે-એકના અપરાધમાં બીજાના મસ્તક પર અનર્થો પડ્યા. રાવણને અપરાધમાં સમુદ્રને પર્વતથી બંધાવું પડ્યું, એના જેવું

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100