________________
પ્રિયંકરનૃપ ચરિત્ર. વિતને તું રસ્ત્રવત્ ઉલ્લાસ પમાડનાર છે અને ઉંબર પુષ્પની જેમ અત્યંત દુર્લભ છે. અહે ! હવે સ્વપ્નમાં પણ તારું દર્શન શી રીતે પ્રાપ્ત થશે ?” આ પ્રમાણે પુત્રના ગુણ સંભારતા સતા તે બને વિવિધ પ્રકારના વિલાપ કરવા લાગ્યા. કહ્યું છે કે બીજું સર્વ પ્રકારનું દુઃખ માણસે વખત જતાં વીસરી જાય છે, પણ વલ્લભના વિયોગનું દુઃખ મરણ વિના વિસરાતું નથી. અહો! આજ પ્રિય પુત્ર વિના આપણું આ ઘર શુન્ય દેખાય છે. કહ્યું છે કે અપુત્રીયાનું ઘર શૂન્ય છે, બંધુરહિત જનને દિશાઓ શૂન્ય છે, મૂર્ખનું હૃદય શૂન્ય છે અને દરિદ્રને બધું શૂન્ય છે. આ પ્રમાણે તે ચિંતામગ્ન થઈ વિચારે છે, એવામાં કેઈએ આવીને શેઠને કહ્યું કે-હે શેઠ! તમારા પુત્રને તે ભિલ લેકેએ પકડી લીધું છે અને તેઓ તેને બાંધીને શ્રીપર્વત પર લઈ ગયા છે.” આ ખબર સાંભળીને તે દંપતી અતિશય દુઃખ પામ્યા, અને પછી વિશેષ પ્રકારે નમસ્કારમંત્ર અને ઉપસર્ગોહરસ્તોત્રના પાઠમાં તત્પર થઈ ધર્મકાર્ય કરવા લાગ્યા. કહ્યું છે કે- વનમાં, સંગ્રામમાં, શત્રુ, જળ તથા અગ્નિના મધ્યમાં, મહાસમુદ્રમાં, પર્વતના શિખર ઉપર, માણસ સુતેલ હોય, પ્રમત્ત થઈ ગયેલ હોય યા તે વિષમ સ્થિતિમાં આવી પડેલ હેય, છતાં પૂર્વકૃત પુ તેની રક્ષા કરે છે. એવામાં પાસદત્ત શેઠને દેવે કહેલ વચન યાદ આવ્યું, એટલે પ્રભાતે તે કપૂર, કસ્તુરી પ્રમુખ સુગંધી પદાર્થો લઈને રાજવાડીમાં દેવથી અધિષિત આમ્રવૃક્ષ પાસે ગયે. ત્યાં ધૂપ ઉખેવીને તે કહેવા લાગે કે-“હે દેવ ! મારા પ્રિયંકર પુત્રને રાજ્યને લાભ થશે એમ તમે પ્રથમ કર્યું છે, તે તે દૂર રહે, પરંતુ અત્યારે ઉલટું તેના વિરહનુ કણ અમારા પર આવી પડયું છે. વળી દૈવી વાણી કદિ