________________
પ્રિયંકરનું ચરિત્ર. અને સાંભળી પ્રિયી કહેવા લાગી કે હે સ્વામિન ! અપકારપર ઉપકાર કરે એ ઉત્તમ જનનું મુખ્ય લક્ષણ છે. કહ્યું છે કે--આ કળિકાળમાં કૃતન અને તુચ્છ અને તે બહુ જોવામાં આવે છે, પણ અપકારપર પણ ઉપકાર કરનારા એવા કૃતજ્ઞ અને ઉત્તમ જને તે વિરલા જ દેખાય છે.” - આ પ્રમાણેની પિતાની પ્રિયાની પ્રેરણાથી શ્રેણીએ તેના ભાઈઓ અને બહેનને બોલાવવા પોતાના માણસે મેકલ્યા. તે ત્યાં ગયા,સેવકે પણ ધનથી ઉન્મત્ત થયેલા તેના ભાઈઓ તથા બહેનેએ તેમની સમ્યફ પ્રકારે બરદાસ પણ ન કરી. કહ્યું છે કે_બહુ વિષને ભાર છતાં પણ શેષનાગ ગાજતે નથી, અને લેશ માત્ર વિષ હોવા છતાં વીંછી પિતાને કંટક ઉંચે ને ઉં. રોજ રાખે છે. વળી ભક્ત (ભજન) પર દ્વેષ, જડ (જળ) માં પ્રીતિ, અરૂચિ, ગુરૂલંઘન અને મુખમાં હમેશાં કટુતા–એ જવર રેગવાળાની જેમ ધનવાનને પણ હોય છે. દારૂડીયાની જેમ ધનવાનેને બીજા ટેકે આપે ત્યારે ચાલી શકે છે, પગલે પગલેખલના પામે છે અને અવ્યક્ત વચને બોલે છે. પછી તે સેવકોએ જ્યારે ત્યાં આવવાને માટે નિમંત્રણ કર્યું, ત્યારે તે ભાઈઓ અને બહેને કહેવા લાગ્યાં કે–અહો! જન્મથી આજ પર્યત તે તે બહેનનું ઘર અમે જોયું પણ નથી, અને આજ એવું શું કારણ આવી પડયું?” એટલે તે સેવકે બોલ્યા કે-શેઠના પુત્રને નિશાળે મેકલવા નિમિત્તે ઉત્સવ ચાલુ કર્યો છે. તે ઉત્સવમાં તમને સર્વેને તમારી બહેને બેલાવ્યા છે. આ પ્રમાણે સાંભળી તેમણે કહ્યું કે- તમારે અમારી બહેનને
૧ ગુરૂનું ઉલ્લંઘન કરવું. પક્ષે મોટી લાંઘણે કરવી. મેં