________________
પ્રિયંકરનૃપ ચરિત્ર. એમ કહેવું કે અમે અહીં રહ્યા છતાં ત્યાં આવ્યા છીએ એમ સમજી લેવું. આથી સેવકોએ વધારે આગ્રહ કરીને કહ્યું કે –“તમે નહિ આવો તો શેઠ ફરીને પણ તમને બોલાવવા અમને અહીં મોકલશે, માટે તમે અત્યારે ચાલે તો ઠીક.”
આ પ્રમાણે સાંભળી બહેને વિગેરેએ કહ્યું કે તે અમને ફરીને બેલાવવાને આગ્રહ કરશે, એ તે અમારા જાણવામાં જ છે; પરંતુ દરિદ્રીને ઘેર ભેજન માટે જતાં લોકે અમારી મશ્કરી કરે. કહ્યું છે કે જ્યાં અન્ન, શાક, ઘી, દહીં, દૂધ, સાકર અને તાંબૂલ જેવામાં જ ન આવતાં હોય ત્યાં સારાં ભેજનની શી વાત કરવી? ” આ પ્રમાણે કહીને તે સેવકેને પાછા વિદાય કર્યા, એટલે તેમણે શેઠ પાસે આવીને તેમની કહેલી બધી વાતે કહી બતાવી. શ્રેષ્ઠીએ તે બધું પ્રિયશ્રીને જણાવ્યું. તે સાંભળી પ્રિયશ્રી કહેવા લાગી કે –“હે સ્વામિન્ ! મોટા આદરપૂર્વક પણ તે હારી બહેને વિગેરેને બોલાવવી ઉચિત છે. કારણ કે સ્વજનસમુદાય વિના મહોત્સવ શોભતો નથી. કહ્યું છે કે–‘વૃક્ષોથી સરવર, સ્ત્રીથી ઘર, પ્રધાનથી રાજા અને સ્વજનોથીજ ધર્મકર્મના મહોત્સવે શોભા પામે છે.” આ પ્રમાણેની પ્રેરણાથી શ્રેષ્ઠીએ પુનઃ પિતાના સેવકને તેડવા મેકલ્યા. તેઓએ ત્યાં જઈને તે હેને વિગેરેને બહુમાનપૂર્વક નિમંત્રણ કર્યું, એટલે તેમણે તે માન્ય રાખ્યું. કહ્યું છે કે-ગુણવંત જ ક્ષણવિનશ્વર એવા ભેજનને જોતા નથી, પણ સ્વજનના નિરંતરના આદરને જ જુએ છે. પછી તેની બધી બહેને વિવિધ અલંકાર ધારણ કરીને મેટા આડંબરપૂર્વક પ્રિયશ્રીને ઘેર આવી, પણ ભાઈઓ લજજાના માર્યા આવ્યા નહિ. પછી પ્રિયશ્રીએ સ્વાગત પ્રશ્નપૂર્વક તેમને સ્થાન આસનાદિકથી અત્યંત